gu_tw/bible/names/micah.md

3.2 KiB

મીખાહ

તથ્યો:

મીખાહ ખ્રિસ્તથી લગભગ 700 વર્ષ અગાઉ યહૂદિયાનો પ્રબોધક હતો કે જ્યારે યશાયા પ્રબોધક પણ યહૂદિયામાં સેવા કરતો હતો. મીખાહ નામનો બીજો એક માણસ ન્યાયાધીશોના સમયમાં થઈ ગયો.

  • મીખાહનું પુસ્તક જૂના કરારમાં અંત ભાગમાં આવેલું છે.
  • મીખાહે આશ્શૂરીઓ દ્વારા સમરૂનના નાશ વિષે પ્રબોધવાણી કરી હતી.
  • મીખાહે યહૂદિયાના લોકોને ઈશ્વરની આજ્ઞાઓ ન માનવા માટે ઠપકો આપ્યો અને તેઓને ચેતવણી આપી કે તેઓના શત્રુઓ તેમનાં પર હુમલો કરશે.
  • તેની પ્રબોધવાણી જેઓ વિશ્વાસુ છે અને પોતાના લોકોનો ઉદ્ધાર કરે છે તે ઈશ્વરમાં આશાના સંદેશ સાથે પૂરી થાય છે.
  • ન્યાયાધીશોના પુસ્તકમાં, એફ્રાઈમમાં રહેતા મીખાહ નામના એક માણસની વાર્તા કહેવામાં આવી છે કે જેણે ચાંદીની એક મૂર્તિ બનાવી હતી.

એક યુવાન લેવી યાજક કે જે તેની સાથે રહેવા આવ્યો હતો તેણે તે મૂર્તિ અને બીજી વસ્તુઓ ચોરી અને દાનના લોકોના એક જૂથ સાથે ચાલ્યો ગયો. અંતે દાનના લોકો અને તે યાજક લાઈશ શહેરમાં વસ્યા અને તેઓએ પૂજા કરવા તે ચાંદીની મૂર્તિ ત્યાં સ્થાપી.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: આશ્શૂર, દાન, એફ્રાઈમ, જૂઠા દેવો, યશાયા, યહૂદિયા, ન્યાયાધીશ, લેવી, યાજક, પ્રબોધક, સમરૂન, ચાંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4316, H4318