gu_tw/bible/names/levite.md

2.4 KiB

લેવી, લેવી, લેવીઓ, લેવીઓના

વ્યાખ્યા:

લેવી યાકુબ અથવા ઈઝરાયેલના બાર દીકરાઓમાનો એક હતો. "લેવી””" શબ્દ એવિ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈઝરાયેલી કુળનો સભ્ય છે જેના પૂર્વજો લેવી હતા.

  • મંદિરની સંભાળ લેવાને માટે અને ધાર્મિક વિધિઓ કરાવવા, જેમાં બલિદાનો ચઢાવવા અને પ્રાર્થનાઓનો સમાવેશ થાય છે તે માટે લેવીઓ જવાબદાર હતા.
  • સર્વ યહૂદી યાજકો લેવીઓ હતા, લેવી પરથી ઉતરી આવેલા અને લેવીના કુળનો ભાગ હતા.

(જો કે, સર્વ લેવીઓ યાજકો ન હતા.)

  • લેવી યાજકો અલગ કરવામાં આવેલા અને મંદિરમાં ઈશ્વરની સેવાના ખાસ કાર્યને સારું સમર્પિત કરવામાં આવ્યા હતા.
  • "લેવી””" નામના બે બીજા માણસો ઈસુના પૂર્વજો હતા, અને તેઓના નામો લુકની સુવાર્તાની વંશાવળીમાં છે.
  • ઈસુનો શિષ્ય માથ્થી પણ લેવી હતો.

(આ પણ જુઓ: માથ્થી, યાજક, બલિદાન, મંદિર, ઇઝરાયેલના બાર કુળો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3878, H3879, H3881, G3017, G3018, G3019, G3020