gu_tw/bible/other/sacrifice.md

9.0 KiB

બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.

  • સામાન્ય રીતે “અર્પણ” શબ્દ કંઈપણ કે જે ચઢાવવામાં અથવા આપવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે.

“બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે

  • ઈશ્વરને માટે ચોક્કસ અર્પણો હતાં કે જે તેમણે તેમના પ્રત્યે સમર્પણ અને આધિનતા દર્શાવવાં માટે ઈઝરાયેલીઓએ આપવાં માટે ફરમાવ્યા હતાં.
  • અલગ અલગ અર્પણોના નામ જેવાં કે, “દહનાર્પણ” અને “શાંત્યર્પણ,” એ કેવાં પ્રકારનું અર્પણ આપવામાં આવી રહ્યું હતું તે સૂચવતું હતું.
  • ઈશ્વરને બલિદાનો આપવા વારંવાર પશુની હત્યા કરવાનો સમાવેશ કરવામાં આવતો હતો.
  • માત્ર ઈસુ ઈશ્વરના સંપૂર્ણ, પાપરહિત દીકરાનું બલિદાન, લોકોને પાપથી સંપૂર્ણપણે શુદ્ધ કરી શકે છે જે પશુનું બલિદાન કદી ન કરી શક્યું હોત.
  • “જીવંત બલિદાન તરીકે પોતાને રજુ કરો” રૂપકાત્મક અભિવ્યક્તિનો અર્થ, “ઈશ્વરની સંપૂર્ણ આધિનતામાં તમારું જીવન જીવો, તેમની સેવા કરવા સઘળું છોડી દો.”

અનુવાદ માટેના સૂચનો

  • “અર્પણ” શબ્દનું અનુવાદ આ પ્રમાણે પણ કરી શકાય “ઈશ્વરને માટે ભેટ” અથવા “કંઈક ઈશ્વરને આપવું” અથવા “કંઈક મુલ્યવાન કે જે ઈશ્વરને પ્રસ્તુત કરવું.”
  • સંદર્ભના આધારે, “બલિદાન” શબ્દનો અનુવાદ આ રીતે પણ કરી શકાય “કંઈક મુલ્યવાન આરાધનામાં આપવું” અથવા “ખાસ પશુને મારી નાંખવામાં આવતું અને ઈશ્વરને પ્રસ્તુત કરવામાં આવતું.”
  • “બલિદાન”ની ક્રિયાનો “કંઈક મુલ્યવાન આપી દેવું” અથવા “પશુને મારીને ઈશ્વરને આપવું” આ પ્રમાણે અનુવાદ કરી શકાય.
  • બીજી રીતે “જીવંત બલિદાન તરીકે પોતાને રજુ કરો” નું અનુવાદ આ પ્રમાણે કરી શકાય “જ્યારે તમે જીવન જીવો છો, ત્યારે જે રીતે પશુને યજ્ઞવેદી પર અર્પણ કરવામાં આવતું તેમ તમારું સંપૂર્ણપણે અર્પણ ઈશ્વરને કરો.”

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણ, જુઠ્ઠા દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યર્પણ, યાજક, પાપાર્થાર્પણ, આરાધના)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 3:14 નૂહ વહાણમાંથી ઉતાર્યો પછી, તેણે યજ્ઞવેદી બંધી અને બલિદાન કર્યું દરેક પ્રકારના કેટલાંક પશુનું કે જેનો ઉપયોગ કરી શકાય બલિદાન તરીકે.

ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.

  • 5:6 “ઈસહાકને લે, તારો એકનો એક દીકરો, અને તેને મારી નાંખ બલિદાન તરીકે મારે વાસ્તે."

ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.

  • 5:9 ઈશ્વરે ઘેટું પૂરું પાડ્યું બલિદાન માટે ઈસહાકના બદલામાં.
  • 13:9 જે કોઈ ઈશ્વરના નિયમનો અનાદર કરો તે મુલાકાતમંડપ પાસે પશુ લાવતો બલિદાન તરીકે ઈશ્વરને માટે.

યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો. પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.

  • 17:6 દાઉદ મંદિર બાંધવા ઈચ્છતો હતો કે જ્યાં સર્વ ઈઝરાયેલીઓ ઈશ્વરની આરાધના કરી શકે અને તેમને બલિદાનો ચઢાવી શકે.
  • 48:6 ઈસુએ મહાન પ્રમુખ યાજક છે.

અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.

  • 48:8 પરંતુ ઈશ્વરે ઈસુને આપ્યાં, ઈશ્વરના હલવાન બલિદાન તરીકે આપણી જગાએ મરણ પામવા.
  • 49:11 કારણ કે ઈસુએ બલિદાન કર્યું પોતાનું, ઈશ્વર કોઈ પણ પાપ માફ કરી શકે છે, ભયંકર પાપો પણ.

શબ્દ માહિતી:

  • Strong's: H801, H817, H819, H1685, H1890, H1974, H2076, H2077, H2281, H2282, H2398, H2401, H2402, H2403, H2409, H3632, H4394, H4469, H4503, H4504, H5066, H5068, H5069, H5071, H5257, H5258, H5261, H5262, H5927, H5928, H5930, H6453, H6944, H6999, H7133, H7311, H8002, H8426, H8548, H8573, H8641, G266, G334, G1049, G1435, G1494, G2378, G2380, G3646, G4376, G5485