gu_tw/bible/kt/falsegod.md

7.9 KiB

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

  • આ જૂઠા દેવો અથવા દેવી અસ્તિત્વમાં હોતા નથી.

ફક્ત યહોવા એકલો દેવ છે.

  • ક્યારેક લોકો પૂજા કરવા માટે તેઓના જૂઠા દેવોના નિશાન તરીકે મૂર્તિઓની પ્રતિમા બનાવે છે.
  • બાઈબલમાં વારંવાર દેવના લોકો જૂઠા દેવોની પૂજા કરવા તેનાથી દૂર ચાલ્યા ગયા.
  • મોટેભાગે ભૂતો લોકોને વિશ્વાસ આપીને છેતરે છે કે જૂઠા દેવો અને જે મૂર્તિઓની તેઓ પૂજા કરે છે, તેમની પાસે પણ શક્તિ છે.
  • બાઈબલના સમયમાં બઆલ, દેગોન, અને મોલેખ એ ઘણા જૂઠા દેવોમાંના ત્રણ હતા કે, જેઓની લોકો દ્વારા પૂજા થતી હતી.
  • અશેરાહ અને આર્તીમીશ (ડાયના) બે દેવીઓ હતી કે પ્રાચીન લોકોએ તેઓની પૂજા કરતા. મૂર્તિ એ એક વસ્તુ છે કે લોકો તેને બનાવે છે જેથી તેઓ તેની પૂજા કરી શકે. સાચા ઈશ્વર વગર બીજા કોઈને માન આપવામાં આવે તેને “મૂર્તિપૂજક” કહેવામાં આવે છે.
  • લોકો જૂઠા દેવોની મૂર્તિઓ બનાવી તેનું પ્રતિનિધિત્વ કરે છે કે તેઓ તેની પૂજા કરે.
  • આ જૂઠા દેવો અસ્તિત્વમાં નથી, યહોવા વિના કોઈ દેવ નથી.
  • ક્યારેક ભૂતો એક મૂર્તિ દ્વારા કાર્ય કરે છે કે જે બતાવે છે કે તેની પાસે શક્તિ છે.
  • મોટેભાગે મૂર્તિઓને કિંમતી સામગ્રી જેવી કે સોનું, ચાંદી, પિત્તળ, અથવા મોંઘા લાકડામાંથી બનાવવામાં આવે છે.
  • “મૂર્તિપૂજક રાજ્ય” શબ્દનો અર્થ, “લોકોનું રાજ્ય જે જ્યાં મૂર્તિઓની પૂજા થાય છે” અથવા “લોકોનું રાજ્ય કે જ્યાં પૃથ્વીની વસ્તુઓની પૂજા કરે છે.”
  • “મૂર્તિપૂજાની આકૃતિ” શબ્દ એ “કોતરેલી પ્રતિમા” અથવા એક “મૂર્તિ” માટેનો અન્ય શબ્દ છે.

ભાષાંતરના સૂચનો:

  • કદાચ ત્યાંની નજીકમાં રહેતા ભાષાવાળા લોકો પાસે, “દેવ” અથવા “જૂઠો દેવ” શબ્દ હોઈ શકે છે.
  • “મૂર્તિ” શબ્દ જૂઠા દેવોને દર્શાવવા માટે વાપરી શકાય છે.
  • અંગ્રેજીમાં, જૂઠા દેવોને દર્શાવવા માટે નાનો “જી” (G) વાપરવામાં આવ્યો છે, અને સાચા દેવને દર્શાવવા માટે મોટો “જી” વાપરવામાં આવ્યો છે. અન્ય ભાષાઓ પણ તેમજ કરે છે.
  • અન્ય વિકલ્પમાં જૂઠા દેવોને દર્શાવવા માટે સંપૂર્ણપણે અલગ શબ્દનો ઉપયોગ કરવો.
  • કદાચ કેટલીક ભાષાઓમાં જૂઠા દેવો નર કે નારી છે તે સ્પષ્ટતા કરવા જે તે શબ્દ ઉમેરવામાં આવે છે.

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા, રાજ્ય, પૂજા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

  • 10:2 આ મરકી દ્વારા, દેવે ફારુન ને બતાવ્યું કે, તે ફારુન અને મિસરના સઘળા દેવો કરતા વધારે શક્તિશાળી છે.
  • 13:4 પછી દેવે તેઓને કરાર આપ્યો અને કહ્યું, “હું યહોવા, તમારો દેવ છું, કે જેણે તમને મિસરની ગુલામીમાંથી બચાવ્યા. અન્ય દેવોની પૂજા કરશો નહીં.
  • 14:2 તેઓ (કનાનીઓ) એ જૂઠા દેવોની પૂજા કરી અને ઘણી દુષ્ટ બાબતો કરી.
  • 16:1 ઈઝરાએલીઓએ યહોવા સાચા દેવને બદલે, કનાનીઓના દેવોની આરાધના કરવાની શરૂઆત કરી.
  • 18:13 પણ મોટાભાગના યહૂદાના રાજાઓ દુષ્ટ, ભ્રષ્ટ હતા, અને તેઓએ મૂર્તિઓની આરાધના કરી. કેટલાક રાજાઓએ જૂઠા દેવોને તેઓના બાળકોનું બલિદાન પણ આપ્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H205, H367, H410, H426, H430, H457, H1322, H1544, H1892, H2553, H3649, H4656, H4906, H5236, H5566, H6089, H6090, H6091, H6456, H6459, H6673, H6736, H6754, H7723, H8163, H8251, H8267, H8441, H8655, G1493, G1494, G1495, G1496, G1497, G2299, G2712