gu_tw/bible/kt/demon.md

5.4 KiB

ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા

વ્યાખ્યા:

આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે. દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા. જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.

  • ક્યારેક આ ભૂતોને “અશુદ્ધ આત્માઓ” કહેવામાં આવ્યા છે.

“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે

  • કારણકે ભૂતો શેતાનની સેવા કરે છે, અને તેઓ દુષ્ટ વસ્તુઓ કરે છે.

ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.

  • ભૂતો માનવજાત કરતા વધારે શક્તિશાળી હોય છે, પણ દેવ જેટલા શક્તિશાળી હોતા નથી.

ભાષાંતરના સૂચનો:

  • “ભૂત” શબ્દનું ભાષાંતર, “દુષ્ટ આત્મા” થઇ શકે છે.
  • “અશુદ્ધ આત્મા” શબ્દનું ભાષાંતર, “ભૂંડો આત્મા” અથવા “ભ્રષ્ટ આત્મા” અથવા “દુષ્ટ આત્મા” તરીકે પણ કરી શકાય છે.
  • આ શબ્દ અથવા શબ્દસમૂહ જે આ શબ્દના ભાષાંતરમાં વપરાય છે તે શેતાન માટે વપરાયેલા શબ્દથી અલગ છે, તેનું ધ્યાન રાખો.
  • તે પણ ધ્યાનમાં રાખો કે “ભૂત” શબ્દનું સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ : ભૂત-વળગેલો, શેતાન, જૂઠા દેવ, ખોટા દેવ, દૂત, દુષ્ટ, શુદ્ધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 26:9 ઘણા લોકો કે જેઓને ભૂતો વળગેલા હતા તેઓને ઈસુ પાસે લાવ્યાં. યારે ઈસુએ તેઓને આજ્ઞા આપી, ત્યારે ભૂતો લોકોમાંથી બહાર નીકળી ગયા, અને ઘણીવાર બૂમો પાડી કે, “તું દેવનો દીકરો છે!”
  • 32:8 ભૂતો માણસમાંથી બહાર આવ્યા અને ભૂંડોમાં પેઠા.
  • 47:5 છેવટે એક દિવસ ગુલામ છોકરીએ ચીસ પાડી, ત્યારે પાઉલે તેણીની તરફ ફરી અને ભૂત કે જે તેણીમાં હતું તેને કહ્યુ કે, “ઈસુના નામમાં, તેણીમાંથી બહાર નીકળ.” તરત જ ભૂત તેણીને મૂકી ચાલ્યું ગયું.
  • 49:2 તે (ઈસુ) પાણી ઉપર ચાલ્યો, તોફાનને શાંત પાડ્યું, ઘણા બીમાર લોકોને સાજા કર્યા, ભૂતોને બહાર હાંકી કાઢ્યા, મરેલાને સજીવન કર્યા, અને પાંચ રોટલીઓ અને બે નાની માછલીને 5000 લોકો માટે ખોરાકમાં ફેરવી નાંખી.

શબ્દ માહિતી:

  • Strong's: H2932, H7307, H7451, H7700, G169, G1139, G1140, G1141, G1142, G4190, G4151, G4152, G4189