gu_tw/bible/names/asherim.md

3.0 KiB

અશેરાહ, અશેરાહ સ્તંભ, અશેરાહના સ્તંભો, આસ્થોરેથ, આસ્થોરેથીઓ

વ્યાખ્યા:

અશેરાહ એક દેવીનું નામ હતું, જેની જૂના કરારના સમય દરમ્યાન કનાની લોકોના જૂથ દ્વારા આરાધના કરવામાં આવતી હતી. “આસ્થોરેથ એ કદાચ “અશેરાહ” માટેનું બીજું નામ હોય, અથવા તે નામની બીજી દેવી હોઈ શકે કે જે તેના સમાન હતી. આ શબ્દ “અશેરાહના સ્તંભો” લાકડાંની કોતરેલી પ્રતિમા અથવા આ દેવીને રજુ કરવા કોતરેલા વૃક્ષોને દર્શાવે છે.

  • અશેરાહના સ્તંભો મોટેભાગે જૂઠા દેવ બઆલની વેદીની નજીક ગોઠવેલા હતા, કે જે અશેરાહના પતિ હોઈ શકે.

કેટલાક લોકોના જૂથો બઆલની સૂર્યદેવ તરીકે અને અશેરાહ અથવા આસ્થોરેથની ચંદ્ર દેવી તરીકે આરાધના કરતા.

  • અશેરાહની કોતરેલી બધી પ્રતિમાનો નાશ કરવાની દેવે ઈઝરાએલીઓને આજ્ઞા આપી.

કેટલાક ઈઝરાએલના આગેવાનો જેવા કે ગિદિઓન, આસા રાજા, અને યોઆશ રાજા દેવની આજ્ઞા માની અને દેવે મૂર્તિઓનો નાશ કરવા સારુ લોકોને દોર્યા.

  • પણ બીજા ઈઝરાએલના આગેવાનો જેવા કે સુલેમાન રાજા, મનાશ્શા રાજા, અને આહાબ રાજાએ અશેરાહ સ્તંભો કાઢી નાખ્યા નહીં અને આ મૂર્તિઓને ભજવા લોકોને પ્રભાવિત કર્યા.

(આ પણ જુઓ: જુઠો દેવ, બઆલ, ગિદિઓન, પ્રતિમા, સુલેમાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H842, H6252, H6253