gu_tw/bible/names/gideon.md

4.9 KiB

ગિદિયોન

સત્યો:

ગિદિયોન એ એક ઈઝરાએલી માણસ હતો કે જેને દેવે ઈઝરાએલીઓને તેઓના શત્રુઓથી છોડાવવા ઊભો કર્યો.

  • ગિદિયોન જીવતો હતો તે સમય દરમ્યાન, જે મિદ્યાની લોકોનું જૂથ કહેવાતું હતું તેઓ વારંવાર ઈઝરાએલીઓ પર હુમલો કરતા, અને તેઓના પાકોનો નાશ કરતા હતા.
  • ગિદિયોન ભયભીત હતો, છતાંપણ દેવે તેને મિદ્યાનીઓની વિરુદ્ધ લડવા અને તેઓને હરાવવા અને ઈઝરાએલીઓને દોરવણી આપવા તેનો ઉપયોગ કર્યો.
  • ગિદિયોને દેવની આજ્ઞા માનીને જૂઠા દેવો બઆલ અને અશેરાહની મૂર્તિઓને તોડી નાંખી.
  • તેણે લોકોને તેઓના શત્રુને હરાવવા માટે આગેવાની આપી એટલુંજ નહિ, પણ તેણે યહોવા એક જ સાચો દેવ છે તેની આજ્ઞા પાળવા અને તેની આરાધના કરવા પણ તેણે તેઓને પ્રોત્સાહિત કર્યા.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: બઆલ, અશેરાહ, છોડાવવું, મિદ્યાન, યહોવા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • __16:5__યહોવાના દૂતે ગિદિયોન પાસે આવીને કહ્યું કે, “પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે.

જા અને ઈઝરાએલીઓને મિદ્યાનીઓથી બચાવ”.

  • 16:6 ગિદિયોનના પિતા પાસે એક યજ્ઞવેદી હતી જે મૂર્તિને સમર્પિત કરેલી હતી.

દેવે _ગિદિયોન ને કહ્યું તે વેદીને તોડી પાડ.

  • __16:8__ત્યાં ઘણા બધા (મિદ્યાનીઓ) હતા કે તેઓને ગણી શકાય તેમ નહોતા. ગિદિયોને ઈઝરાએલીઓને એક થઇ લડવા માટે બોલાવ્યા.
  • 16:8 ગિદિયોને ઈઝરાએલીઓને એક થઇ લડવા માટે બોલાવ્યા. ગિદિયોને દેવની પાસે બે ચિન્હો માગ્યા, જેથી તે ખાતરી કરી શકે કે દેવ ઈઝરાએલને બચાવવા તેનો ઉપયોગ કરશે.
  • __16:10__32,000 ઈઝરાએલી સૈનિકો ગિદિયોન પાસે આવ્યા, પણ દેવે તેને કહ્યું આ ઘણા વધારે છે.
  • __16:12__પછી ગિદિયોન તેના સૈનિકો પાસે પાછો ગયો અને તેઓ દરેકને રણશિંગડાં, ખાલી ઘડા, અને દીવા આપ્યા.
  • __16:15__લોકો _ગિદિયોન_ને તેઓનો રાજા બનાવવા માંગતા હતા.
  • __16:16__પછી ગિદિયોને સોનાનો ઉપયોગ કરીને મુખ્ય યાજકો જેવું વિશેષ કપડું પહેરતા હતા તેવું (એફોદ) બનાવ્યું.

પણ લોકોએ જાણે કે તે એક મૂર્તિ હોય તેમ તેની પૂજા કરવાનું ચાલુ કર્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H1439, H1441