gu_tw/bible/kt/altar.md

3.2 KiB

યજ્ઞવેદી, યજ્ઞવેદીઓ

વ્યાખ્યા:

યજ્ઞવેદી એક ઉભું કરેલું માળખું હતું કે જ્યાં ઈઝરાએલીઓ દેવને પશુઓ અને અનાજનું દહન તરીકે અર્પણ કરતા.

  • બાઈબલના સમયો દરમ્યાન સાદી યજ્ઞવેદીઓ બાંધવામાં આવતી, જેમકે નીચે માટી ચણી તેના ઉપર મોટા પથ્થરોને વારાફરતી સાવચેતીથી મુકવામાં આવતા જેથી વેદી હાલે નહિ.
  • ઘણી ડબ્બા-આકારની વિશિષ્ઠ યજ્ઞવેદીઓ બનાવવામાં આવતી, જેને લાકડા પર સોનું, પિત્તળ અથવા કાંસાની ધાતુઓથી મઢી લેવામાં આવતી હતી.
  • બીજા જૂથના લોકો જેઓ ઈઝરાએલીઓની નજીક રહેતા હતા, તેઓએ પણ તેમના દેવોને બલિદાન ચઢાવવા યજ્ઞવેદીઓ બાંધતા.

(આ પણ જુઓ: ધૂપની વેદી, જૂઠા દેવ, ખાધાર્પણ, બલિદાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 3:14 વહાણમાંથી બહાર નિકળ્યા બાદ નુહે વેદી બાંધી અને બલિદાન માટે ઉપયોગ કરી શકાય, તેવાં થોડા એક પ્રાણીઓનું બલિદાન આપ્યું.
  • 5:8 જયારે તેઓ બલિદાનની જગ્યાએ પહોંચ્યા, ઈબ્રાહિમે તેના દિકરા ઈસહાકને બાંધીને વેદી ઉપર સુવાડયો.
  • 13:9 યાજક પશુને મારીને વેદી ઉપર તેનું દહન કરતા.
  • 16:6 તેણે (ગિદિઓને) મુર્તિઓની વેદી ની નજીકમાં નવી વેદી બાંધી દેવને અર્પણ કરી અને તેની ઉપર દેવ માટે બલિદાન ચઢાવ્યા.

શબ્દ માહિતી:

  • Strong's: H741, H2025, H4056, H4196, G1041, G2379