gu_tw/bible/other/burntoffering.md

2.1 KiB

દહનાર્પણ, દહનાર્પણો, અગ્નિ દ્વારા અર્પણ

વ્યાખ્યા:

“દહનાર્પણ” દેવને અપાતું એક પ્રકારનું બલિદાન હતું કે જેનું વેદી ઉપર અગ્નિ દ્વારા દહન કરવામાં આવતું હતું. તે લોકોના પાપોના પ્રાયશ્ચિત કરવા માટે ચઢાવવામાં આવતું હતું. તેને “અગ્નિ દ્વારા અર્પણ” પણ કહેવામાં આવતું હતું.

  • આ અર્પણ માટે સામાન્ય રીતે ઘેટું અને બકરાં પ્રાણીઓનો સમાવેશ થાય છે, જેમાં બળદો અને પક્ષીઓ પણ વાપરવામાં આવતા હતા.
  • ફક્ત ચામડી વગર, આખું પ્રાણી આ અર્પણમાં બાળી નાખવામાં આવતું હતું.

ત્વચા અથવા પશુનું ચામડું યાજકને આપવામાં આવતું હતું.

  • દેવે યહૂદી લોકોને દરરોજ બે વખત દહનાર્પણ ચઢાવવાની આજ્ઞા આપી હતી.

(આ પણ જુઓ: વેદી, પ્રાયશ્ચિત, બળદ, યાજક, બલિદાન)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H801, H5930, H7133, H8548, G3646