gu_tw/bible/kt/atonement.md

3.5 KiB

પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત કરવું, પ્રાયશ્ચિત કરે છે, પ્રાયશ્ચિત કરેલ

વ્યાખ્યા:

“પ્રાયશ્ચિત” અને “પ્રાયશ્ચિત કરવું” શબ્દો દર્શાવે છે કે દેવે કેવી રીતે લોકોના પાપો માટે બલિદાન પૂરું પાડ્યું અને પાપનો કોપ શમાવ્યો છે.

  • જૂનાકરારના સમયમાં, દેવે ઈઝરાએલીઓના પાપોના પ્રાયશ્ચિત માટે રક્તના અર્પણ દ્વારા થોડા વખત માટે પ્રાયશ્ચિત કરવાની ની મંજુરી આપી હતી કે જેમાં પશુઓને મારી નાખવામાં આવતા.
  • નવા કરારમાં જે રીતે નોંધવામાં આવ્યું છે તે પ્રમાણે વધસ્તંભ ઉપર ખ્રિસ્તનું મૃત્યુ ફક્ત સાચું અને પાપ માટેનું શાશ્વત પ્રાયશ્ચિત છે.

જયારે ઈસુ મૃત્યુ પામ્યા, ત્યારે તેમણે લોકોના પાપની સજા પોતા પર લઈ લીધી. તેણે પોતાના બલિદાનયુક્ત મરણ દ્વારા પ્રાયશ્ચિતની કિંમત ચૂકવી.

ભાષાંતરના સુચનો

  • “પ્રાયશ્ચિત” શબ્દનું ભાષાંતર, જયારે કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા કરવામાં આવે તો તેનો અર્થ “કોઈ માટે ચુકવવું” અથવા “ચુકવણી કરવી” અથવા “કોઈકના પાપોને માફીનું કારણ બનવું” અથવા “ગુના માટેનો બદલો ભરવો” એમ થઇ શકે છે.
  • “પ્રાયશ્ચિત” શબ્દના ભાષાંતરમાં “ચુકવણી” અથવા “પાપ માટે બલિદાન આપવું” અથવા “માફીનો ઉપાય પૂરો પાડવો” એવા શબ્દોનો સમાવેશ થઈ શકે છે.
  • આ શબ્દનું ભાષાંતર પૈસાની ચુકવણીનો ઉલ્લેખ કરતા નથી તેનું ધ્યાન રાખો.

(આ પણ જુઓ: પ્રાયશ્ચિતનું ઢાંકણ, માફ કરવું, મનાવવું, સમાધાન કરવું, છોડાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3722, H3725, G2643