gu_tw/bible/kt/reconcile.md

2.8 KiB

સમાધાન કરવું, સમાધાન કરે છે, સમાધાન કર્યું, સમાધાન

વ્યાખ્યા:

“સમાધાન કરવું” અને “સમાધાન” જે લોકો અગાઉ એકબીજાના દુશ્મન હતા તેઓ વચ્ચે “શાંતિ કરાવવી” તેનો ઉલ્લેખ કરે છે. “સમાધાન” એ શાંતિ કરાવવાનું કાર્ય છે.

  • બાઇબલમાં, આ શબ્દ ઈશ્વર પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા લોકો સાથે સમાધાન કરે છે તેનો ઉલ્લેખ કરે છે.
  • પાપને કારણે બધા જ મનુષ્યો ઈશ્વરના દુશ્મન છે.

પણ પોતાના કરુણામય પ્રેમને કારણે ઈશ્વરે લોકોને ઈસુ દ્વારા પોતાની સાથે સમાધાન પામવાનો માર્ગ પૂરો પાડ્યો.

  • પોતાના પાપ માટે ઈસુના બલિદાનને ચુકવણી તરીકે માનીને લોકો માફી પામી શકે છે અને ઈશ્વર સાથે શાંતિ સ્થાપી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “સમાધાન કરવું” શબ્દનો અનુવાદ “શાંતિ સ્થાપવી” અથવા તો “સારા સંબંધો પુનઃસ્થાપિત કરવા” અથવા તો “મિત્રો બને તેવું કરવું” તરીકે કરી શકાય.
  • “સમાધાન” શબ્દનો અનુવાદ “સારા સંબંધો પુનઃસ્થાપિત કરવા” અથવા તો “શાંતિ કરાવવી” અથવા તો “શાંતિમય સંબંધો કેળવવા” તરીકે કરી શકાય.

(જુઓં: શાંતિ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2398 , H3722 , G604 , G1259 , G2433 , G2643, G2644