gu_tw/bible/kt/redeem.md

4.4 KiB

છૂટકારો કરવો, છૂટકારો કરે છે, છૂટકારો, ઉદ્ધાર, ઉદ્ધારક

વ્યાખ્યા:

“છૂટકારો કરવો” અને “છૂટકારો” કોઈ બાબતને કે વ્યક્તિને પાછી ખરીદી લેવી કે જે અગાઉ બીજાની માલિકીની હતી અથવા તો બંધક હતી તેનો ઉલ્લેખ કરે છે. “છૂટકારો” તે કરતું કાર્ય છે. “ઉદ્ધારક” એવી વ્યક્તિ છે કે જે કોઈ બાબત કે વ્યક્તિને છોડાવે છે.

  • ઈશ્વરે ઇઝરાયલીઓને વસ્તુઓ કે લોકોને કેવી રીતે છોડાવવા તે વિષે નિયમો આપ્યા હતા.
  • ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ એક મનુષ્ય કે જે ગુલામીમાં હતો તેને કિંમત ચૂકવીને છોડાવી શકે છે કે જેથી તે ગુલામ મુક્ત બને.

“મુક્તિદંડ” શબ્દ આ પ્રથાનો ઉલ્લેખ કરે છે.

  • જો કોઇની જમીન વેચાઈ ગયી હોય તો, તે વ્યક્તિનો સંબંધી તે જમીનને “છોડાવી” શકે અથવા તો “પાછી ખરીદી” શકે કે જેથી તે જમીન કુટુંબમાં જ રહે.
  • આ પ્રથાઓ દર્શાવે છે કે જેઓ પાપની ગુલામીમાં છે તે લોકોને ઈશ્વર કેવી રીતે છોડાવે છે.

જ્યારે તેઓ વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે, ઈસુએ લોકોના પાપો માટે પૂરી કિંમત ચૂકવી અને જે બધા ઉદ્ધાર પામવા તેમના પર વિશ્વાસ કરે છે તેઓને છોડાવ્યા. જે લોકોને ઈશ્વર દ્વારા છોડાવવામાં આવ્યા છે તેઓને પાપ અને તેની શિક્ષાથી મુક્ત કરવામાં આવ્યા છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “છૂટકારો કરવો” શબ્દનો અનુવાદ “પાછું ખરીદી લેવું” અથવા તો “કોઈને છોડાવવા ચુકવણી કરવી” અથવા તો “મુક્તિદંડ” તરીકે પણ કરી શકાય.
  • “છૂટકારો” શબ્દનો અનુવાદ “મુક્તિદંડ” અથવા તો “મુક્તિ માટેની કિંમત” અથવા તો “પાછા ખરીદી લેવું” તરીકે કરી શકાય.
  • “મુક્તિદંડ ચૂકવવો” અને “છૂટકારો કરવો” બંનેનો મૂળભુત અર્થ સમાન છે અને તેથી કેટલીક ભાષાઓમાં તે બંનેનો અનુવાદ કરવા એક જ શબ્દ હોય શકે.

તો પણ, “મુક્તિદંડ” શબ્દનો અર્થ ચુકવણી કરવાની જરૂરિયાત દર્શાવી શકે.

(આ પણ જૂઓ: મુક્ત, મુક્તિદંડ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1350, H1353, H6299, H6302, H6304, H6306, H6561, H7069, G59, G629, G1805, G3084, G3085