gu_tw/bible/kt/ransom.md

4.2 KiB

મુક્તિદંડ, મુક્તિદંડ ચુકવ્યો

વ્યાખ્યા:

“મુક્તિદંડ” શબ્દ નાણાકિય રકમ કે બીજી ચૂકવણીનો ઉલ્લેખ કરે છે જેને કોઈ વ્યક્તિ કે જેને બંધક બનાવવામાં આવી છે તેના છૂટકારા માટે તેની માંગણી કરવામાં આવી છે યા તો તેને આપવામાં આવે છે.

  • ક્રિયાપદ તરીકે, “મુક્તિદંડ ચૂકવવા” નો અર્થ કોઈ વ્યક્તિ કે જેને પકડવામાં આવી છે, ગુલામ બનાવવામાં આવી છે અથવા તો બંદી બનાવવામાં આવી છે તેના છૂટકારા માટે નાણાંની ચુકવણી કરવી અથવા તો સ્વબલિદાન આપીને કંઈક કરવું તેવો થાય છે.

“પાછા ખરીદી લેવું” નો અર્થ “છુટકારો કરવા” ના અર્થની સમાન છે.

  • પાપી લોકોને તેઓની પાપની ગુલામીમાંથી મુક્ત કરવા ઈસુએ મુક્તિદંડ તરીકે પોતાની હત્યા થવા દીધી.

લોકોના પાપનો દંડ ચૂકવીને તેઓને પાછા ખરીદી લેવાના ઈશ્વરના આ કાર્યને બાઇબલમાં “છૂટકારો” પણ કહેવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “મુક્તિદંડ ચૂકવવો” શબ્દનો અનુવાદ “છૂટકારા માટે ચુકવણી કરવી” અથવા તો “મુક્તિ માટે કિંમત ચૂકવવી” અથવા તો “પાછું ખરીદી લેવું’ તરીકે પણ કરી શકાય.
  • “મુક્તિદંડ ચૂકવવો” શબ્દસમૂહનો અનુવાદ “મુક્તિની કિંમત ચૂકવવી” અથવા તો “લોકોને મુક્ત કરવા દંડ ભરવો” અથવા તો “જરૂરી ચુકવણી કરવી” તરીકે કરી શકાય.
  • “મુક્તિદંડ” સંજ્ઞાનો અનુવાદ લોકો કે જમીનને મુક્ત કરવા કે પાછા ખરીદવા માટે “વળતી ખરીદી” અથવા તો “દંડ ચુકવણી” અથવા તો “ચૂકવેલ કિંમત” તરીકે કરી શકાય.
  • અંગ્રેજી ભાષામાં “મુક્તિદંડ” અને “છુટકારો” ના અર્થ સમાન છે પણ કેટલીક વાર તેઓને થોડા અલગ રીતે વાપરવામાં આવ્યા છે.

બીજી ભાષાઓમાં આ વિચાર માટે માત્ર એક જ શબ્દ હોય શકે.

  • આનો અનુવાદ “પ્રાયશ્ચિત” થી ભિન્ન રીતે કરવામાં આવે તેનું ધ્યાન રાખો.

(આ પણ જૂઓ: પ્રાયશ્ચિત, છુટકારો કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1350, H3724, H6299, H6306, G487, G3083