gu_tw/bible/kt/propitiation.md

2.1 KiB

કોપશમન

વ્યાખ્યા:

“કોપશમન” શબ્દ ઈશ્વરના ન્યાયને તૃપ્ત કરવા કે સંતોષવા અને તેઓના કોપનું શમન કરવા કરવામાં આવેલા બલિદાનનો ઉલ્લેખ કરે છે.

  • ઈસુ ખ્રિસ્તના બલિદાનના રક્તનું અર્પણ માણસજાતના પાપોને માટે ઈશ્વર પ્રતિ કોપશમન છે.
  • ઈસુનું વધસ્તંભ પરનું મૃત્યુ ઈશ્વરનો પાપ વિરુદ્ધનો કોપ શમાવે છે..

આ બાબત ઈશ્વર માટે લોકો ઉપર કૃપાળુ દ્રષ્ટિ કરવા અને તેઓને અનંતજીવન આપવા માર્ગ પૂરો પાડે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દનો અનુવાદ “શમન” અથવા તો “ઈશ્વર લોકોના પાપ માફ કરે અને તેઓને કૃપા બક્ષે તેમ કરવું” તરીકે કરી શકાય.
  • “પ્રાયશ્ચિત” શબ્દ અર્થની રીતે “કોપશમન” નો નજીકનો શબ્દ છે.

કેવી રીતે આ બે શબ્દોને વાપરવામાં આવે છે તેની તુલના કરવી તે ખૂબ જ મહત્ત્વનું છે.

(આ પણ જૂઓ: પ્રાયશ્ચિત, સદાકાળનું, માફ કરવું, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G2434, G2435