gu_tw/bible/kt/temple.md

6.9 KiB

મંદિર

તથ્યો:

મંદિર દિવાલોથી ઘેરાયેલ આંગણાવાળું એક મકાન હતું, જ્યાં ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રાર્થના કરવા અને બલિદાન અર્પણ કરવા માટે આવ્યા. તે યરૂશાલેમ શહેરમાં મોરીયા પર્વત પર આવેલું હતું.

  • મોટેભાગે "મંદિર" શબ્દ સમગ્ર મકાન સંકુલને ઓળખવામાં આવે છે, જેમાં મુખ્ય મકાનની આસપાસની આંગણાઓનો સમાવેશ થાય છે.

કેટલીકવાર તે મકાનને જ ઓળખવામાં આવે છે.

  • મંદિરના મકાનમાં બે ઓરડા હતા, પવિત્રસ્થાન અને પરમ પવિત્રસ્થાન હતું.
  • ઈશ્વર મંદિરને તેમના નિવાસસ્થાન તરીકે ઓળખાવે છે.
  • સુલેમાન રાજાએ તેમના રાજયકાળ દરમ્યાન મંદિર બાંધ્યું.

યરૂશાલેમમાં પૂજા માટેની કાયમી જગ્યા હોવાનું માનવામાં આવે છે

  • નવા કરારમાં, "પવિત્ર આત્માનું મંદિર" શબ્દનો ઉપયોગ ઈસુના વિશ્વાસીઓના એક જૂથ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે પવિત્ર આત્મા તેમનામાં રહે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સામાન્ય રીતે જ્યારે લખાણમાં જણાવે છે કે લોકો "મંદિરમાં," હતા ત્યારે તે ઇમારતની બહારના આંગણાનો ઉલ્લેખ કરવામાં આવે છે.

આનું ભાષાંતર "મંદિરના આંગણામાં" અથવા "મંદિરના સંકુલમાં" તરીકે થઈ શકે છે.

  • જ્યાં ખાસ કરીને મકાનનો ઉલ્લેખ કરે છે, કેટલાક અનુવાદો “મંદિર”ને "મંદિરની ઇમારત" તરીકે અનુવાદ કરે છે, જે તેનો સંદર્ભ સ્પષ્ટ કરે છે.
  • બીજી રીતે ભાષાંતર કરવાની રીતોમાં "મંદિર"ને "દેવનું પવિત્ર ઘર" અથવા "પવિત્ર ભજન સ્થાન" નો સમાવેશ થાય છે.
  • ઘણી વખત બાઇબલમાં, મંદિરને "યહોવાનું ઘર" અથવા "દેવનું ઘર " કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: બલિદાન,સુલેમાન, બાબેલ, પવિત્ર આત્મા, મંડપ, આંગણું, સિયોન, ઘર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 17:6 દાઉદ એક મંદિર બનાવવ। માંગતો હતો કે જ્યાં બધા ઈસ્રાએલીઓ ઈશ્વરની ઉપાસના કરી શકે અને તેમને બલિદાનો આપી શકે.
  • 18:2 યરૂશાલેમમાં, સુલેમાને મંદિર નું નિર્માણ કર્યું હતું જેના માટે તેમના પિતા દાઉદે આયોજન કર્યું હતું અને સામગ્રી એકત્ર કરી હતી. લોકો હવે મુલાકાત મંડપને બદલે, ઈશ્વરની ઉપાસના મંદિર ખાતે કરવા લાગ્યા અને તેમને બલિદાન અર્પણ કરે છે. ઈશ્વર આવ્યા હતા અને મંદિર માં હાજર હતા, અને તે તેના લોકો સાથે ત્યાં રહેતા હતા.
  • 20:7 તેઓ (બાબેલોનીઓએ) યરૂશાલેમના શહેરને કબજે કરી લીધું, અને મંદિર નો નાશ કર્યો, અને તમામ ખજાનાને લુંટી લીધો.
  • 20:13 જ્યારે લોકો યરૂશાલેમ પહોંચ્યા, તેઓએ મંદિર અને શહેર અને મંદિર તથા શહેરની આસપાસની દીવાલ ફરી બાંધી.
  • 25:4 પછી શેતાન મંદિર ના સૌથી ઊંચા શિખર પર ઈસુને લઇ ગયો અને કહ્યું હતું કે, "જો તમે ઈશ્વરન। પુત્ર છો, તો પોતાને નીચે ફેંકી દો, કેમકે લખવામાં આવેલ છે,કે 'ઈશ્વર તેમના તો ને આદેશ કરશે જેથી તમારા પગ પથ્થર પર અફળાય નહી.
  • 40:7 જયારે તે મૃત્યુ પામ્યો ત્યારે ત્યાં ધરતીકંપ થયો અને મંદિર નો મોટો પડદો જે લોકોને ઈશ્વરની હાજરીથી જુદાં પાડતો હતો, તે ઉપર થી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો.

શબ્દ માહિતી:

  • Strong's: H1004, H1964, H1965, H7541, G1493, G2411, G3485