gu_tw/bible/kt/zion.md

2.7 KiB

સિયોન, સિયોન પર્વત

વ્યાખ્યા:

અસલમાં, "સિયોન" અથવા " સિયોન પર્વત" શબ્દનો અર્થ કિલ્લાનો ગઢ અથવા ગઢ તરીકે ઓળખાય છે, જે રાજા દાઉદે યબૂસીઓની પાસેથી કબજે કર્યો હતો. આ બંને શબ્દો અન્ય રીતે યરૂશાલેમનો ઉલ્લેખ કરતા બન્યા હતા.

  • સિયોન પર્વત અને મોરીયાહ પર્વત બે ટેકરીઓ છે જેના પર યરૂશાલેમ શહેર આવેલું હતું.

બાદમાં, " સિયોન " અને " સિયોન પર્વત " આ પર્વતો અને યરૂશાલેમના શહેર બંને માટે સામાન્ય શબ્દો તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્યારેક તેઓ યરૂશાલેમમાં આવેલ મંદિરના ઉલ્લેખ માટે પણ થતો હતો. (જુઓ: શ્લેષ અલંકાર)

  • દાઉદ સિયોન, અથવા યરૂશાલેમ, નામ આપ્યું " દાઉદનું શહેર."

આ દાઉદના વતન, બેથલહેમથી અલગ છે, જેને દાઉદનું શહેર પણ કહેવામાં આવ્યું હતું.

  • "સિયોન" શબ્દ ઇસ્રાએલ અથવા ઈશ્વરનું આધ્યાત્મિક સામ્રાજ્ય અથવા નવું, સ્વર્ગીય યરૂશાલેમ કે જેને ઈશ્વર બનાવશે તેનો ઉલ્લેખ કરવા માટે અન્ય રૂપકાત્મક રીતે ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ઇબ્રાહિમ, દાઉદ, યરૂશાલેમ, બેથલેહેમ, યબુસીઓ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H6726