gu_tw/bible/names/jerusalem.md

6.6 KiB

યરૂશાલેમ

સત્યો:

યરૂશાલેમ એ મૂળ કનાનીઓનુ એક પ્રાચીન શહેર હતું કે જે પાછળથી ઈઝરાએલમાં સૌથી મહત્વનું શહેર બન્યું. તે ખારા સમુદ્રની પશ્ચિમ દિશાએ લગભગ 34 કિલોમીટર અને બેથલેહેમના ઉત્તરે આવેલું છે. તે આજે પણ ઈઝરાએલનું પાટનગર છે.

  • “યરૂશાલેમ” નામનો ઉલ્લેખ સૌપ્રથમ યહોશુઆના પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

જૂના કરારના આ શહેરના બીજા નામોમાં “શાલેમ” “યબૂસનું શહેર,” અને “સિયોન” જેવા શબ્દોનો સમાવેશ થાય છે. “યરૂશાલેમ” અને “શાલેમ” બંનેનો મૂળ અર્થ “શાંતિ” થાય છે.

  • મૂળ યરૂશાલેમ તે યબૂસીઓનો કિલ્લો “સિયોન” કહેવાતો હતો કે જે દાઉદ રાજાએ જીતી લીધો અને તેને પાટનગર બનાવ્યું.
  • તે યરૂશાલેમમાં હતું કે જ્યાં દાઉદના પુત્ર સુલેમાને, મોરિયા પહાડ ઉપર, કે જે પર્વત હતો જ્યાં ઈબ્રાહિમે તેના પુત્ર ઈસહાનું અર્પણ કર્યું હતું, ત્યાં તેણે યરૂશાલેમમાં પ્રથમ મંદિર બાંધ્યું.

બાબિલોનીઓ દ્વારા તેનો નાશ કર્યા પછી તે મંદિરને ફરીથી ત્યાં બાંધવામાં આવ્યું હતું.

  • કારણકે મંદિર યરૂશાલેમમાં હતું કે જ્યાં મુખ્ય યહૂદી પર્વો ત્યાં ઉજવવામાં આવતા હતા.
  • સામાન્ય રીતે લોકો યરૂશાલેમ જવાનું પસંદ કરતા કારણકે તે પર્વતોની ઉપર આવેલું હતું.

(આ પણ જુઓ: બાબિલ, ખ્રિસ્ત, દાઉદ, યબુસીઓ, ઈસુ, સુલેમાન, મંદિર, સિયોન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 17:5 દાઉદે યરૂશાલેમ ને જીતી લીધું અને તેનું પાટનગર બનાવ્યું.
  • 18:2 યરૂશાલેમ માં, સુલેમાને મંદિર બાંધ્યું કે જેના માટે તેના પિતા દાઉદે આયોજન કર્યું હતું અને માલસામાન ભેગો કર્યો હતો.
  • 20:7 તેઓ (બાબિલના લોકો) એ યરૂશાલેમ ના શહેરને કબ્જે કર્યું, મંદિરનો નાશ કર્યો, અને શેહેર અને મંદિરનો બધો ખજાનો લઈ ગયા.
  • 20:12 જેથી, સિત્તેર વર્ષોના બંદીવાસ પછી, યહૂદીઓનું એક નાનું જૂથ યહૂદાના યરૂશાલેમ શહેરમાં પાછા ફર્યા.
  • 38:1 લગભગ ત્રણ વર્ષ પછી ઈસુએ જાહેરમાં પ્રથમ પ્રચાર અને શિક્ષણની શરૂઆત કરી, ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે તે યરૂશાલેમ માં તેઓની સાથે આ પાસ્ખા ઉજવવા માંગે છે, અને ત્યાં તેને મારી નાખવામાં આવશે.
  • 38:2 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમ માં આવ્યા પછી, યહૂદા યહૂદી આગેવાનો પાસે ગયો, અને પૈસાના બદલે તેણે ઈસુને તેઓને સોંપવાનું કહ્યું.
  • 42:8 ધર્મશાસ્ત્રમાં પણ તે લખાયેલું છે તે પ્રમાણે મારા શિષ્યો જાહેર કરશે કે દરેક વ્યક્તિએ પોતાના પાપોની માફી માટે પસ્તાવો કરવો જોઈએ.

તેઓ તેની શરૂઆત યરૂશાલેમ થી કરશે, અને પછી (તે સંદેશને) સર્વત્ર બધા લોકોના જૂથોમાં લઇ જશે.

  • 42:11 ઈસુ મૃત્યુમાંથી ઉઠ્યા તેના ચાલીસ દિવસ પછી, તેણે તેના શિષ્યોને કહ્યું, “જયારે પવિત્ર આત્મા તમારા પર આવે અને તમે સામર્થ્ય પ્રાપ્ત કરો ત્યાં સુધી યરૂશાલેમ માં રહો.”

શબ્દ માહિતી:

  • Strong's: H3389, H3390, G2414, G2415, G2419