gu_tw/bible/names/david.md

5.5 KiB

દાઉદ

સત્યો:

દાઉદ ઈઝરાએલનો બીજો રાજા હતો અને તેણે દેવને પ્રેમ કર્યો અને તેની સેવા કરી. તે ગીતશાસ્ત્રના પુસ્તકનો મુખ્ય લેખક હતો.

  • જયારે દાઉદ હજુ તો નાનો છોકરો તેના કુટુબના ઘેટાં સંભાળતો હતો, ત્યારે દેવે તેને ઈઝરાએલનો અગામી રાજા બનવા પસંદ કર્યો.
  • દાઉદ મહાન લડવૈયો બન્યો અને ઈઝરાએલના સૈન્યને તેઓના શત્રુઓની સામે લડાઈઓ લડવા દોરવણી આપી.

તેણે પલિસ્તી ગોલ્યાથનો પરાજય કર્યો તે સારી રીતે જાણીતું છે.

  • શાઉલ રાજાએ દાઉદને મારી નાખવા પ્રયત્ન કર્યો, પણ દેવે તેને સુરક્ષિત રાખ્યો અને શાઉલ રાજાના મરણ બાદ તેને રાજા બનાવ્યો.
  • દાઉદે ભયંકર પાપ કર્યું, પણ તેણે પસ્તાવો કર્યો અને દેવે તેને માફ કર્યો.
  • ઈસુ, મસીહને “દાઉદનો દીકરો” કહેવામાં આવ્યો છે કારણકે તે દાઉદ રાજાનો વંશજ છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ગોલ્યાથ, પલિસ્તીઓ, [શાઉલ )

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • __17:2__દેવે દાઉદ નામનાં જુવાન ઈઝરાએલીને શાઉલ પછી રાજા બનવા પસંદ કર્યો. દાઉદ બેથલેહેમ નગરનો ભરવાડ હતો. ... દાઉદ નમ્ર અને ન્યાયી માણસ હતો કે જેણે દેવ પર ભરોસો રાખ્યો અને દેવને આધીન રહ્યો.
  • 17:3 દાઉદ એ મહાન સૈનિક અને નેતા પણ હતો.

જયારે દાઉદ હજુ તો જુવાન માણસ હતો, તે ગોલ્યાથ નામના રાક્ષસ સામે લડ્યો.

  • __17:4__શાઉલને લોકોના દાઉદ પરના પ્રેમને લીધે ઈર્ષ્યા થઈ.

શાઉલે ઘણીવાર તેને મારવા પ્રયત્નો કર્યા, જેથી દાઉદ શાઉલથી સંતાઈ રહ્યો.

  • 17:5 દેવે દાઉદ ને આશીર્વાદ આપ્યો અને તેને સફળ કર્યો. દાઉદ ઘણી લડાઈઓ લડ્યો અને દેવે તેને ઈઝરાએલના શત્રુને હરાવવામાં મદદ કરી.
  • 17:6 દાઉદે મંદિર બાંધવા ચાહ્યું કે જ્યાં બધા ઈઝરાએલીઓ દેવની આરાધના કરી શકે અને તેને બલિદાનો અર્પણ કરી શકે.
  • 17:9 દાઉદે ન્યાય અને વિશ્વાસુપણાથી રાજ્ય કર્યું અને દેવે તેને આશીર્વાદિત કર્યો.

તોપણ, તેના જીવનના પાછળના સમયમાં તરફ તેણે દેવની વિરુદ્ધ ભયંકર રીતે પાપ કર્યું.

  • 17:9 દાઉદે જે કર્યું હતું તે વિશે દેવ ખૂબજ ગુસ્સે હતા, જેથી તેણે નાથાન પ્રબોધકને તેનું પાપ કેવું દુષ્ટ હતું તે દાઉદને કહેવા મોકલ્યો.

બાકીના તેના જીવન દરમ્યાન કે જ્યાં ખૂબ મુશ્કેલી હતી છતાં પણ દાઉદ દેવને અનુસર્યો અને આધીન રહ્યો.

શબ્દ માહિતી:

  • Strong's: H1732, G1138