gu_tw/bible/names/philistines.md

2.7 KiB

પલિસ્તિઓ

તથ્યો:

પલિસ્તિઓ એક લોકજાતિ હતી કે જેઓએ ભૂમધ્ય સમુદ્રના દરિયાકિનારે આવેલા પલેશેથ નામે ઓળખાતા પ્રદેશનો કબજો લીધો હતો. તેઓના નામનો અર્થ “સમુદ્રના લોકો” એવો થાય છે.

  • પલિસ્તિઓના પાંચ મુખ્ય શહેરો હતા:

આશ્દોદ, આશ્કેલોન, એક્રોન, ગાથ અને ગાઝા.

  • આશ્દોદ શહેર પલેશેથના ઉત્તર ભાગમાં હતું અને ગાઝા શહેર દક્ષિણ ભાગમાં હતું.
  • પલિસ્તીઓ તેમના ઇઝરાયલીઓ વિરુદ્ધના ઘણા વર્ષોના યુદ્ધને કારણે કદાચ સૌથી વધારે જાણીતા છે.
  • સામસૂન ન્યાયાધીશ પલિસ્તિઓ વિરુદ્ધ એક પ્રખ્યાત યોદ્ધો હતો કે જેણે ઈશ્વર તરફથી મળેલા અલૌકિક બળનો ઉપયોગ કર્યો હતો.
  • દાઉદ રાજાએ પલિસ્તિઓ વિરુદ્ધ લડાઈઓમાં ઘણી વાર દોરવણી આપી કે જેમાં જ્યારે તે યુવાન હતો ત્યારે તેણે પલિસ્તિ યોદ્ધા ગોલ્યાથને હરાવ્યો તેનો પણ સમાવેશ થાય છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(જુઓં: આશ્દોદ, આશ્કેલોન, દાઉદ, એક્રોન, ગાથ, ગાઝા, ગોલ્યાથ, ખારો સમુદ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6429, H6430