gu_tw/bible/names/ekron.md

2.5 KiB

એક્રોન, એક્રોનીઓ

સત્યો:

એક્રોન એ પલિસ્તીઓનું મુખ્ય શહેર હતું, જે ભૂમધ્ય સમુદ્રથી નવ માઈલ અંતર્દેશીય ભાગમાં આવેલું હતું.

  • એક્રોનમાં જૂઠા દેવ બાલઝબુલનું મંદિર આવેલું હતું.
  • જયારે પલિસ્તીઓ કરારકોશને ઉઠાવી લઈ ગયા. ત્યારે તેઓએ તેને આસ્દોદથી લઈ અને પછી ગાથ અને એક્રોનમાં ખસેડ્યો કારણકે જે પણ શહેરમાં કોશ લઈ જવામાં આવતો ત્યાંના લોકોને દેવ માંદા રાખતો અને તેઓ મૃત્યુ પામતા.

છેવટે પલિસ્તીઓએ તે કોશ ઈઝરાએલમાં પાછો મોકલ્યો.

  • જયારે અહાજ્યા રાજા તેના ઘરની છત ઉપરથી પડી ગયો અને પોતે ઘાયલ થયો, તેણે એક્રોનના જૂઠા દેવ બાલઝબુલની મદદથી શોધી કાઢવા પ્રયત્ન કર્યો કે શું તે તેની ઈજાઓથી મરી જશે કે નહીં, તે દ્વારા તેણે પાપ કર્યું.

આ પાપને કારણે, યહોવાએ કહ્યું કે તે મૃત્યુ પામશે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: અહાજ્યા, કરારકોશ, આશ્દોદ, બાલઝબુલ, જૂઠો દેવ, ગાથ, પલિસ્તીઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H6138, H6139