gu_tw/bible/names/gaza.md

2.5 KiB

ગાઝા

સત્યો:

બાઈબલના સમય દરમ્યાન, ગાઝા એ પલિસ્તીઓનું સમૃદ્ધ શહેર જે ભૂમધ્ય સમુદ્ધના કિનારા પર, લગભગ 38 કિલોમીટર આશ્દોદની દક્ષિણે આવેલું હતું. તે પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરોમાંનું એક હતું.

  • તેના સ્થાનને કારણે, ગાઝા એ મહત્વનું બંદર હતું, જ્યાં ઘણા અન્ય લોકોના જૂથો, અને દેશો વચ્ચે વ્યાપારી પ્રવૃત્તિઓ થતી હતી.
  • આજે પણ, ગાઝા પટ્ટીમાં હજુ પણ ગાઝા શહેર એ મહત્વનું બંદર છે, જે જમીનનો પ્રદેશ ભૂમધ્ય સમુદ્ધના કિનારા સાથે ઈઝરાએલની ઉત્તર અને પૂર્વ સરહદ ઉપર, અને તેની દક્ષિણમાં મિસર આવેલું છે.
  • ગાઝા એ શહેર હતું કે જ્યાં પલિસ્તીઓ સામસૂનને તેને બંદી બનાવ્યા પછી લઈ ગયા હતા.
  • જયારે ફિલિપ સુવાર્તિક ગાઝાના રણના માર્ગમાં ચાલ્યો હતો, ત્યારે તે એક હબસી ખોજાને મળ્યો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: આશ્દોદ, ફિલિપ, પલિસ્તીઓ, ઈથોપિયા, ગાથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5804, H5841, G1048