gu_tw/bible/names/philip.md

2.8 KiB

ફિલિપ, સુવાર્તિક

તથ્યો:

યરૂશાલેમમાંની શરૂઆતની ખ્રિસ્તી મંડળીમાં, ગરીબ અને જરૂરિયાતમંદ ખ્રિસ્તીઓની, ખાસ કરીને વિધવાઓની સંભાળ લેવા પસંદ કરાયેલા સાત આગેવાનોમાંનો એક ફિલિપ હતો.

  • ઈશ્વરે યહૂદીયા અને ગાલીલના પ્રાંતોના વિવિધ નગરોમાં સુવાર્તા આપવા ફિલિપનો ઉપયોગ કર્યો. તેમાં ઇથોપિયાનો જે માણસ તેને યરુશાલેમથી ગાઝા જવાના અરણ્યના માર્ગે મળ્યો તેનો પણ સમાવેશ થાય છે.
  • ઘણા વર્ષો બાદ જ્યારે ફિલિપ કાઈસારિયામાં રહેતો હતો ત્યારે પાઉલ તથા તેના સાથીદારો યરૂશાલેમ પાછા જતાં તેના ઘરમાં રહ્યા હતા.
  • મોટા ભાગના બાઇબલના અભ્યાસકો માને છે કે સુવાર્તિક ફિલિપ અને તેના જ જેવુ નામ ધરાવતો ઈસુનો એક પ્રેરિત તે બંને એક જ વ્યક્તિ ન હતા.

કેટલીક ભાષાઓમાં આ બંને વ્યક્તિઓ માટે થોડા જુદા નામ વાપરવા વિચારી શકાય કે જેથી એ સ્પષ્ટ થાય કે તેઓ બંને જુદાજુદા વ્યક્તિઓ છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: ફિલિપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G5376