gu_tw/bible/names/babylon.md

5.3 KiB

બાબિલોન, શિનઆર (બાબિલોનીઆ), બાબિલોની, બાબિલોનીઓ

સત્યો:

બાબિલોન શહેર એ પ્રાચીન સમયના શિનઆર (બાબિલોનીઆ) પ્રાંતની રાજધાની હતી કે જે બાબિલોનના સામ્રાજ્યનો ભાગ પણ હતો.

  • બાબિલોન ફ્રાત (યૂફ્રેટીસ) નદીની બાજુમાં આવેલું હતું, તે એજ પ્રાંત છે કે જ્યાં હજારો વર્ષો પહેલા બાબિલનો બુરજ બાંધવામાં આવ્યો હતો. ક્યારેક “બાબિલોન” શબ્દ આખા બાબિલોનના સામ્રાજ્યને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, “બાબિલોનના રાજા” એ ફક્ત શહેર જ નહીં, પણ આખા સામ્રાજ્ય પર રાજ કર્યું.
  • બાબિલોનીઓ શક્તિશાળી લોકોનું જૂથ હતું, જેમણે યહૂદાના રાજ્ય પર હુમલો કર્યો અને 70 વર્ષો માટે લોકોને ગુલામો બનાવી બાબિલોનમાં રાખ્યા.
  • આ ભાગના પ્રાંતને “ખાલદી” અને ત્યાં રહેતા લોકો “ખાલદીઓ” કહેવાતા હતા. પરિણામે, “ખાલદી” શબ્દનો ઉપયોગ વારંવાર બાબિલોનિયા માટે કરવામાં આવ્યો છે. (જુઓ: અલંકાર)
  • નવા કરારમાં, ક્યારેક બાબિલોન શબ્દનો રૂપક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે મૂર્તિપૂજા અને બીજા પાપી આચરણોવાળા સ્થાનો, લોકો અને વિચારશીલ રચનાઓને દર્શાવે છે.
  • “ભવ્ય બાબિલોન” અથવા “બાબિલોનનું ભવ્ય શહેર” શબ્દ રૂપક રીતે એવા શહેર અથવા દેશને દર્શાવે છે કે જે મોટો, ધનવાન, અને પાપમય હોય, જેવું કે પ્રાચીનકાળનું બાબિલોન શહેર હતું. (જુઓ: અલંકાર

(આ પણ જુઓ: બાબિલ, ખાલદી, યહૂદા, નબૂખાદનેસ્સાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 20:6 લગભગ 100 વર્ષો પછી આશ્શૂરીઓ ઈઝરાએલના રાજ્યનો નાશ કર્યો, દેવે બાબિલવાસીઓના , રાજા નબૂખાદનેસ્સારને યહૂદાના રાજ્ય પર હુમલો કરવા મોકલ્યો. બાબિલોન શક્તિશાળી સામ્રાજ્ય હતું.
  • 20:7 પણ થોડા વર્ષો પછી, યહૂદાના રાજાએ બાબિલોન વિરુદ્ધ બળવો કર્યો. જેથી, બાબાબિલવાસીઓએ પાછા આવ્યા અને યહૂદાના રાજ્ય પર હુમલો કર્યો. તેઓએ યરુશાલેમ શહેરને કબજે કરી, મંદિરનો નાશ કર્યો, અને શહેર અને મંદિરનો બધો ખજાનો લઈ ગયા.
  • 20:9 નબૂખાદનેસ્સાર અને તેનું સૈન્ય યહૂદા રાજ્યના લગભગ બધાજ લોકોને બાબિલોનમાં , લઈ ગયા, ફક્ત ગરીબ લોકોને ખેતરો વાવવા પાછળ છોડી ગયા.
  • 20:11 લગભગ સિત્તેર વર્ષો પછી, ઈરાનના રાજા કોરેશે, બાબિલોનનો પરાજય કર્યો.

શબ્દ માહિતી:

  • Strong's: H3778, H3779, H8152, H894, H895, H896, G897