gu_tw/bible/names/chaldeans.md

2.3 KiB

કાસ્દી,ખાલદીઆ, ખાલ્દીઓ (કાસ્દીઓ)

સત્યો:

ખાલદીઆ એ મેસોપોટેમીયા અથવા બાબિલોનના પ્રાંતનો દક્ષિણ ભાગ હતો. જે લોકો આ પ્રાંતમાં રહેતા હતા, તેઓ ખાલ્દીઓ કહેવાતા હતા.

  • ઈબ્રાહીમ જે જગ્યાનો હતો, તે ઉર શહેર, ખાલ્દીઆમાં આવેલું હતું.

જેને મોટેભાગે “ખાલ્દીઓના ઉર” તરીકે દર્શાવવામાં આવ્યું છે.

  • નબૂખાદનેસ્સાર રાજા તે ઘણા ખાલ્દીઓમાંનો એક હતો કે જે બાબિલોનિઆ ઉપર રાજા બન્યો હતો.
  • ઘણાં વર્ષો પછી, ઈ.પૂ. 600 દરમ્યાન, “ખાલ્દી” શબ્દનો અર્થ, “બાબિલોનિઆ” બહાર આવ્યો.
  • દાનિયેલના પુસ્તકમાં, “ખાલ્દી” શબ્દ વિશેષ વર્ગના માણસો કે જેઓ સુશિક્ષિત અને તારાઓનો અભ્યાસ કરેલો તેઓ માટે પણ દર્શાવ્યો છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ : ઇબ્રાહિમ, બાબિલોન, શિનઆર, ઉર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3679, H3778, H3779, G5466