gu_tw/bible/names/bethlehem.md

2.8 KiB

બેથલેહેમ,એફ્રાથાહ

સત્યો:

બેથલેહેમ ઈઝરાએલની ભૂમિમાં યરૂશાલેમ શહેરની નજીક આવેલું એક નાનું શહેર હતું. તે “એફ્રાથાહ,” તરીકે પણ જાણીતું હતું કે, જે સંભવત તેનું મૂળ નામ હતું.

  • દાઉદ રાજા ત્યાં જન્મ્યો હતો, ત્યારથી બેથલેહેમ “દાઉદના શહેર” તરીકે ઓળખાતું હતું.
  • મીખાહ પ્રબોધકે કહ્યું કે મસીહ “બેથલેહેમ એફ્રાથાહ” માંથી આવશે.
  • ઘણાં વર્ષો પછી, તે ભવિષ્યવાણી પરિપૂર્ણ થતા, ઈસુ બેથલેહેમમાં જન્મ્યો હતો.

“બેથલેહેમ” શબ્દના નામનો અર્થ, “રોટલીનું ઘર” અથવા “અન્નનું ઘર” થતો હતો.

(આ પણ જુઓ : કાલેબ, દાઉદ, મીખાહ)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 17:2 દાઉદ બેથલેહેમ નગરનો ભરવાડ હતો.
  • 21:9 યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે મસીહ કુંવારીથી જન્મ લેશે.

મીખાહ પ્રબોધકે કહ્યું કે તે બેથલેહેમ નગરમાં જન્મ લેશે.

  • 23:4 યુસુફ અને મરિયમને નાઝરેથ કે જ્યાં તેઓ રહેતા હતા ત્યાંથી બેથલેહેમ જવું પડ્યું, કારણકે તેમનો પૂર્વજ દાઉદ હતો કે જેનું વતન બેથલેહેમ હતું.
  • 23:6”મસીહ, સ્વામી,બેથલેહેમમાં જન્મ્યો છે.

શબ્દ માહિતી:

  • Strong's: H376, H672, H1035, G965