gu_tw/bible/other/silver.md

2.4 KiB

ચાંદી/રૂપું

વ્યાખ્યા:

ચાંદી એ ચળકતું, રાખોડી મુલ્યવાન ધાતુ સિક્કાઓ, ઝવેરાત, પાત્રો અને ઘરેણાં બનાવવા માટે વપરાય છે.

  • વિવિધ પાત્રો ચાંદીના પ્યાલાઓ અને વાટકાઓનો સમાવેશ કરે છે, અને બીજી વસ્તુઓ ખોરાક બનાવવા, ખાવા અને વહેંચવા માટે વાપરવામાં આવે છે.
  • ચાંદી અને સોનાનો ઉપયોગ મુલાકાત મંડપ અને મંદિરના બાંધકામમાં કરવામાં આવ્યો હતો. યારૂશાલેમમાંના મંદિરમા ચાંદીના પાત્રો હતા.
  • બાઈબલના સમયમાં, શેકેલ એ વજનનું એકમ હતું, અને ખરીદી હંમેશા ચોક્કસ ચાંદીના શેકેલની સંખ્યાની કિંમતમા કરવામાં આવતી હતી.

નવા કરારના સમયમાં ત્યારે રૂપાના સિક્કાઓ અનેક વજનના હતા જેને શેકેલમાં માપવામાં આવતા હતા.

  • યુસફના ભાઈઓએ તેને ગુલામ તરીકે વીસ ચાંદીના શેકેલમાં વેચી દીધો.
  • યહુદાને ઈસુને પરસ્વાધીન કરવા માટે ત્રીસ ચાંદીના સિક્કાઓ આપવામાં આવ્યા હતા.

(આ પણ જુઓ: મુલાકાત મંડપ, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3701, H3702, H7192, G693, G694, G695, G696, G1406