gu_tw/bible/names/isaiah.md

4.7 KiB

યશાયા

સત્યો:

યશાયા એ દેવનો પ્રબોધક હતો કે જેણે યહૂદાના ચાર રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી: ઉઝિઝયા, યોથામ, આહાઝ, અને હિઝિક્યા.

  • હિઝિક્યા રાજાના રાજ્ય દરમ્યાન, જયારે આશ્શૂરીઓએ શહેર પર હુમલો કર્યો હતો, તે સમય દરમ્યાન તે યરૂશાલેમમાં રહેતો હતો.
  • યશાયાનું પુસ્તક બાઈબલના જૂના કરારનું પુસ્તકોમાનું એક મુખ્ય પુસ્તક છે.
  • યશાયા એ ઘણી ભવિષ્યવાણીઓ કરી કે જે જયારે હજુ તે જીવતો હતો ત્યારે સાચી પડી.
  • ખાસ કરીને યશાયા મસીહા વિશેની લખેલી ભવિષ્યવાણીઓ માટે જાણીતો છે, તે જયારે ઈસુ પૃથ્વી ઉપર રહેતો હતો ત્યારે 700 વર્ષો પછી તેઓ સાચી પડી.
  • ઈસુ અને તેના શિષ્યોએ લોકોને મસીહા વિશે શીખવવા માટે યશાયાની ભવિષ્યવાણીઓ ટાંકી (અવતરણ ટાંકયા).

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: આહાઝ, આશ્શૂર, ખ્રિસ્ત, હિઝિક્યા, યોથામ, યહૂદા, પ્રબોધક, ઉઝિઝયા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 21:9 યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે મસીહા કુંવારીથી જન્મ લેશે.
  • 21:10 યશાયા પ્રબોધકે જણાવ્યું કે મસીહા ગાલીલમાં રહેશે, ભંગિત હ્રદયવાળા લોકોને દિલાસો આપશે, અને બંદીવાનોને મુક્તિ જાહેર કરશે અને કેદીઓને છોડાવશે.
  • 21:11 _યશાયા _ પ્રબોધકે એ પણ ભવિષ્યવાણી કરી કે મસીહા પર વિના કારણ દ્વેષ કરવામાં અને નકારવામાં આવશે.
  • 21:12 યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે લોકો મસીહા ઉપર થૂંકશે, મશ્કરી કરશે અને મારશે.
  • 26:2 તેઓએ તેને (ઈસુને)_ યશાયા_ પ્રબોધકનું ઓળિયું આપ્યું જેથી તે તે તેમાંથી વાંચે.

ઈસુએ ઓળિયું ખોલ્યું અને લોકો માટે તેનો ભાગ વાંચ્યો.

  • 45:8 જયારે ફિલિપ રથની પાસે ગયો ત્યારે ઈથોપિયાનો (હબશી) યશાયા પ્રબોધકનું લખેલું પુસ્તક વાંચતો સાંભળ્યો.
  • 45:10 યશાયા એ ઈસુ વિશે જે લખ્યું હતું, તે ફિલિપે ઈથોપિયના (હબશીને) સમજાવ્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H3470, G2268