gu_tw/bible/names/hezekiah.md

2.4 KiB

હિઝિક્યા

વ્યાખ્યા:

હિઝિક્યા યહૂદાના રાજ્ય ઉપર 13મો રાજા હતો. તે એક એવો રાજા હતો કે જે વિશ્વસનીય અને દેવની આજ્ઞાપાલન કરનારો હતો.

  • તેનો પિતા આહાઝ તેનાથી વિપરીત હતો, કે જે એક દુષ્ટ રાજા હતો, હિઝિક્યા સારો રાજા હતો કે જેણે યહૂદામાં મૂર્તિપૂજાના સ્થળોનો નાશ કર્યો.
  • એકવાર જયારે હિઝિક્યા ખૂબ જ માંદો થયો અને લગભગ મૃત્યુ પામ્યો, ત્યારે તેણે આતુરતાપૂર્વક પ્રાર્થના કરી કે દેવ તેને વધારે જીવન આપે.

દેવે તેને સાજો કર્યો, અને તેના જીવનમાં 15 વર્ષ વધારી આપ્યા.

  • હિઝિક્યાને ચિહ્ન તરીકે કે આવું બનશે, દેવે ચમત્કાર કર્યો અને સૂર્યને આકાશમાં પાછો ખસેડ્યો.
  • જયારે આશ્શૂરના રાજા સાન્હેરીબ હુમલો કરવા માટે આવ્યો ત્યારે હિઝિકયાની પ્રાર્થનાનો દેવે જવાબ આપ્યો અને દેવે તેના લોકોને છોડાવ્યા.

(આ પણ જુઓ: આહાઝ, આશ્શૂર, જૂઠો દેવ, યહૂદા, સાન્હેરીબ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2396, H3169, G1478