gu_tw/bible/names/hezekiah.md

29 lines
2.4 KiB
Markdown

# હિઝિક્યા
## વ્યાખ્યા:
હિઝિક્યા યહૂદાના રાજ્ય ઉપર 13મો રાજા હતો.
તે એક એવો રાજા હતો કે જે વિશ્વસનીય અને દેવની આજ્ઞાપાલન કરનારો હતો.
* તેનો પિતા આહાઝ તેનાથી વિપરીત હતો, કે જે એક દુષ્ટ રાજા હતો, હિઝિક્યા સારો રાજા હતો કે જેણે યહૂદામાં મૂર્તિપૂજાના સ્થળોનો નાશ કર્યો.
* એકવાર જયારે હિઝિક્યા ખૂબ જ માંદો થયો અને લગભગ મૃત્યુ પામ્યો, ત્યારે તેણે આતુરતાપૂર્વક પ્રાર્થના કરી કે દેવ તેને વધારે જીવન આપે.
દેવે તેને સાજો કર્યો, અને તેના જીવનમાં 15 વર્ષ વધારી આપ્યા.
* હિઝિક્યાને ચિહ્ન તરીકે કે આવું બનશે, દેવે ચમત્કાર કર્યો અને સૂર્યને આકાશમાં પાછો ખસેડ્યો.
* જયારે આશ્શૂરના રાજા સાન્હેરીબ હુમલો કરવા માટે આવ્યો ત્યારે હિઝિકયાની પ્રાર્થનાનો દેવે જવાબ આપ્યો અને દેવે તેના લોકોને છોડાવ્યા.
(આ પણ જુઓ: [આહાઝ](../names/ahaz.md), આ[શ્શૂર](../names/assyria.md), [જૂઠો દેવ](../kt/falsegod.md), [યહૂદા](../names/judah.md), [સાન્હેરીબ](../names/sennacherib.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 3:13-14](rc://gu/tn/help/1ch/03/13)
* [2 રાજા 16:19-20](rc://gu/tn/help/2ki/16/19)
* [હોશિયા 1:1-2](rc://gu/tn/help/hos/01/01)
* [માથ્થી 1:9-11](rc://gu/tn/help/mat/01/09)
* [નીતિવચન 25:1-3](rc://gu/tn/help/pro/25/01)
## શબ્દ માહિતી:
* Strong's: H2396, H3169, G1478