gu_tw/bible/names/judah.md

2.3 KiB

યહૂદા

સત્યો:

યહૂદા એ યાકૂબના મોટા દીકરાઓમાંનો એક હતો. લેઆહ તેની માતા હતી. તેના વંશજોને “યહૂદાનું કુળ” કહેવામાં આવતા હતા. તે યહૂદા હતો કે જેણે તેના ભાઈઓને તેઓના નાના ભાઈ યૂસફને ઊંડા ખાડામાં તેને મરવા માટે છોડવાને બદલે ગુલામ તરીકે વેચી દેવા કહ્યું.

  • દાઉદ રાજા અને તેના પછીના બધાજ રાજાઓ યહૂદાના વંશજો હતા.

ઈસુ, પણ યહૂદાનો વંશજ હતો.

  • જયારે સુલેમાનના રાજનો અંત આવ્યો અને ઈઝરાએલ રાષ્ટ્રના ભાગલા પડ્યા, ત્યારે દક્ષિણનું રાજ્ય યહૂદાનું રાજ્ય બન્યું.
  • નવા કરારના પ્રકટીકરણના પુસ્તકમાં, ઈસુને “યહૂદાનો સિંહ” કહેવામાં આવ્યો છે.
  • “યહૂદી” અને “યહૂદિયા” શબ્દો “યહૂદાના” નામ પરથી આવે છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: યાકૂબ, યહૂદી, યહૂદા, યહૂદિયા, ઈઝરાએલના બાર કુળો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3063