gu_tw/bible/names/assyria.md

3.5 KiB

આશ્શૂર, આશ્શૂરી, આશ્શૂરીઓ, આશ્શૂરી સામ્રાજ્ય

સત્યો:

ઈઝરાએલીઓ કનાનની ભૂમિમાં રહેતા હતા તે સમય દરમ્યાન આશ્શૂર શક્તિશાળી દેશ હતો. આશ્શૂરનું સામ્રાજ્ય આશ્શૂરના રાજા દ્વારા રાજ્ય કરાતું રાષ્ટ્રોનું જૂથ હતું.

  • આશ્શૂરના રાષ્ટ્રનો પ્રદેશ હાલમાં ઈરાકના ઉત્તરભાગમાં આવેલો છે.
  • આશ્શૂરીઓ તેમના ઈતિહાસના જુદાજુદા સમયોમાં ઈઝરાએલ સામે લડ્યા.
  • ઈસ. પૂર્વે 722ની સાલમાં આશ્શૂરીઓએ ઈઝરાએલના રાજ્યને સંપૂર્ણપણે જીતી લીધું અને ઘણા ઈઝરાએલીઓને આશ્શૂરમાં જવા જબરદસ્તી કરવામાં આવી.
  • બાકીના ઈઝરાએલીઓએ વિદેશીઓ સાથે આંતરલગ્ન કર્યા, કે જેમને આશ્શૂરીઓ સમરૂનમાંથી લાવ્યા હતા.

આ લોકોના વંશજો કે જેઓ એ આંતરલગ્ન કર્યા હતા, તેઓ પાછળથી સમરૂનીઓ કહેવાયા.

(આ પણ જુઓ: સમરૂન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 20:2 જેથી દેવે બન્ને રાજ્યોને તેમના શત્રુઓને દ્વારા તેમનો નાશ કરવાની પરવાનગી આપીને તેમને શિક્ષા કરી. ઈઝરાએલના રાજ્યનો આશ્શૂર સામ્રાજ્યના શક્તિશાળી, ક્રૂર રાષ્ટ્ર દ્વારા નાશ કરાયો. આશ્શૂરીઓએ ઈઝરાએલના રાજ્યમાં ઘણા લોકોને મારી નાખ્યાં, દરેક કિંમતી વસ્તુઓ લઈ ગયા અને મોટા ભાગના દેશને સળગાવી દીધો.
  • 20:3 આશ્શૂરીઓએ બધા આગેવાનોને, પૈસાદાર લોકોને અને કુશળ લોકોને એકઠા કરી તેમને આશ્શૂરમાં લઈ ગયા.
  • 20:4 પછી આશ્શૂરીઓ જ્યાં ઈઝરાએલનું રાજ્ય હતું તે ભૂમિમાં વિદેશીઓને રહેવા લઇ આવ્યા.

શબ્દ માહિતી:

  • Strong's: H804, H1121