gu_tw/bible/kt/prophet.md

9.4 KiB

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

  • ઘણીવાર પ્રબોધકોએ લોકોને તેઓના પાપોથી પાછા ફરવા અને ઈશ્વરની આજ્ઞાઓ પાળવા ચેતવણી આપી.
  • પ્રબોધકો જે સંદેશો આપે છે તેને “પ્રબોધવાણી” કહે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

  • ઘણીવાર પ્રબોધવાણીનો સંદેશો ભવિષ્યમાં કશું થશે તે વિષે હતો.
  • જૂના કરારની ઘણી પ્રબોધવાણીઓ ક્યારનીય પરિપૂર્ણ થઈ ચુકી છે.
  • બાઇબલમાં પ્રબોધકોએ લખેલા પુસ્તકોના સંગ્રહને ઘણીવાર “પ્રબોધકો” તરીકે ઉલ્લેખવામાં આવે છે.
  • ઉદાહરણ તરીકે, “નિયમ તથા પ્રબોધકો” શબ્દસમૂહ તે સમગ્ર હિબ્રૂ શાસ્ત્રવચનનો ઉલ્લેખ કરવાની એક રીત છે કે જે “જૂનો કરાર” તરીકે પણ જાણીતું છે.
  • પ્રબોધક માટેનો જૂનો શબ્દ “દ્રષ્ટા” અથવા તો “એવો વ્યક્તિ કે જે જૂએ છે” તે હતો.
  • ઘણીવાર “દ્રષ્ટા” શબ્દ જૂઠા પ્રબોધકનો અથવા તો જે વ્યક્તિ ભવિષ્ય ભાખવાનું કામ કરે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “પ્રબોધક” શબ્દનો અનુવાદ “ઈશ્વરનો પ્રવકતા” અથવા તો “ઈશ્વર માટે બોલતો માણસ” અથવા તો “ઈશ્વરના સંદેશાઓ કહેનાર માણસ” તરીકે કરી શકાય.
  • “દ્રષ્ટા” નો અનુવાદ “દર્શનો જોનાર વ્યક્તિ” અથવા તો “ઈશ્વર તરફથી ભવિષ્ય જોનાર વ્યક્તિ” તરીકે કરી શકાય.
  • “પ્રબોધિકા” શબ્દનો અનુવાદ “ઈશ્વરની પ્રવકતા” અથવા તો “ઈશ્વર માટે બોલતી સ્ત્રી” અથવા તો “ઈશ્વરના સંદેશાઓ કહેનાર સ્ત્રી” તરીકે કરી શકાય.
  • “પ્રબોધવાણી” નો અનુવાદ “ઈશ્વર તરફથી સંદેશો” અથવા તો “પ્રબોધકનો સંદેશો” તરીકે કરી શકાય.
  • “પ્રબોધવાણી કરવી” નો અનુવાદ “ઈશ્વર તરફથી બાબતો કહેવી” અથવા તો “ઈશ્વરનો સંદેશો કહેવો” તરીકે કરી શકાય.
  • પ્રતિકાત્મક અભિવ્યક્તિ “નિયમ તથા પ્રબોધકો” નો અનુવાદ “નિયમના તથા પ્રબોધકોના પુસ્તકો” અથવા તો “ઈશ્વરના નિયમો તથા તેમના પ્રબોધકોએ જે પ્રચાર કર્યો તે સહિત ઈશ્વર તથા તેમના લોકો સંબંધી લખાયેલી બધી જ બાબતો” તરીકે પણ કરી શકાય. (આ જૂઓ: ઉપલક્ષ્ય અલંકાર)
  • જ્યારે જૂઠા દેવના પ્રબોધક (કે દ્રષ્ટાનો) ઉલ્લેખ કરવામાં આવે ત્યારે, તે જરૂરી છે કે તેનો અનુવાદ “જૂઠો પ્રબોધક (દ્રષ્ટા)” અથવા તો “જૂઠા દેવનો પ્રબોધક (દ્રષ્ટા)” અથવા તો ઉદાહરણ તરીકે “બઆલનો પ્રબોધક” તરીકે કરવામાં આવે.

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્ય ભાખવું, જૂઠો દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ કરવું, નિયમ, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 12:12 જ્યારે ઇઝરાયલીઓએ જોયું કે ઈજીપ્તના લોકો મરણ પામ્યા છે ત્યારે, તેઓએ ઈશ્વરમાં વિશ્વાસ કર્યો અને માન્યું કે મૂસા ઈશ્વરનો પ્રબોધક છે.
  • 17:13 દાઉદે જે કર્યું હતું તે વિષે ઈશ્વર ખૂબ જ ક્રોધિત થયા, તેથી દાઉદને તેનું પાપ કેટલું દુષ્ટ હતું તે કહેવા તેમણે નાથાન પ્રબોધકને મોકલ્યો.
  • 19:1 ઇઝરાયલીઓના સમગ્ર ઇતિહાસ દરમ્યાન ઈશ્વરે તેમની પાસે પ્રબોધકો મોકલ્યા.

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

  • 19:6 બઆલના 450 પ્રબોધકો સહિત સમગ્ર ઇઝરાયલ રાજ્યના બધા જ લોકો કાર્મેલ પર્વત પર આવ્યા.
  • 19:17 મોટાભાગે લોકોએ ઈશ્વરની આજ્ઞાઓ પાળી નહીં.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

  • 21:9 યશાયા પ્રબોધકે પ્રબોધવાણી કરી કે મસીહા એક કુંવારી યુવતી દ્વારા જન્મ લેશે.
  • 43:5 “આ બાબત યોએલ પ્રબોધકે કરેલી પ્રબોધવાણી પરિપૂર્ણ કરે છે જેમાં ઈશ્વરે કહ્યું, ‘અંતના દિવસોમાં હું મારો પવિત્ર આત્મા રેડી દઇશ.’”
  • 43:7 “આ બાબત એ પ્રબોધવાણી પરિપૂર્ણ કરે છે જે કહે છે કે ‘તમે તમારા પવિત્ર મનુષ્યને કબરમાં સડવા દેશો નહીં’”.
  • 48:12 મૂસા મહાન પ્રબોધક હતો કે જેણે ઈશ્વરનું વચન ઘોષિત કર્યું.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

  • Strong's: H2372, H2374, H4853, H5012, H5013, H5016, H5017, H5029, H5030, H5031, H5197, G2495, G4394, G4395, G4396, G4397, G4398, G5578