gu_tw/bible/other/vision.md

2.9 KiB

દર્શન, દર્શનો, કલ્પના

તથ્યો:

"દર્શન " શબ્દ વ્યક્તિ જે કઇ જુએ છે તેનો ઉલ્લેખ કરે છે. તે ખાસ કરીને અસામાન્ય અથવા અલૌકિક બાબતનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વર લોકોને સંદેશ આપવા માટે બતાવે છે.

  • સામાન્ય રીતે, જ્યારે વ્યક્તિ જાગૃત હોય ત્યારે દર્શનો જોતો હોય છે.

જો કે, કેટલીક વાર વ્યક્તિ જ્યારે ઊંઘતો હોય ત્યારે સ્વપ્નમાં દર્શન જુએ છે.

  • ઈશ્વર લોકો માટે કંઈક ખૂબ મહત્વનું છે તે જણાવવા માટે દર્શન મોકલે છે.

દાખલા તરીકે, પીતરને કહેવા માટે એક દર્શન બતાવવામાં આવ્યુ હતું કે ઈશ્વર ઇચ્છતા હતા કે તે વિદેશીઓને પણ આવકારે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • “દર્શન થયું" શબ્દનું ભાષાંતર "ઈશ્વર તરફથી કંઈક અસામાન્ય જોયું" અથવા " ઈશ્વરે તેને ખાસ કંઈક બતાવ્યું".
  • કેટલીક ભાષાઓમાં " દર્શન " અને "સ્વપ્ન" માટે અલગ શબ્દો હોતા નથી.

તેથી, "દાનિયેલને તેમના મનમાં સ્વપ્નો અને દર્શનો દેખાતાં હતાં" જેવા વાક્યનું ભાષાંતર "દાનિયેલે સ્વપ્ન જોયું અને ઈશ્વર અસાધારણ વસ્તુઓ જોવા દેતા હતા"થાય છે.

(આ પણ જુઓ: સ્વપ્ન)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H2376, H2377, H2378, H2380, H2384, H4236, H4758, H4759, H7203, H7723, H8602, G3701, G3705, G3706