gu_tw/bible/names/jotham.md

2.0 KiB

યોથામ

વ્યાખ્યા:

જૂના કરારમાં, યોથામ નામ સાથેના ત્રણ માણસો હતા. એક યોથામ નામનો માણસ ગિદિયોનનો નાનો પુત્ર હતો. યોથામે તેના મોટાભાઈ અબીમેલેખને હરાવવા મદદ કરી, કે જેણે બાકીના તેઓના બધા ભાઈઓને મારી નાખ્યા હતા.

  • યોથામ નામનો બીજો માણસ હતો કે જેણે તેના પિતા ઉઝિઝયા (અઝાર્યા) પછી સોળ વર્ષ માટે યહૂદા ઉપર રાજ કર્યું.
  • તેના પિતાની જેમ, યોથામ રાજાએ દેવની આજ્ઞાઓ પાળી અને સારો રાજા હતો.
  • તોપણ મૂર્તિ પૂજાના સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહિ, જેથી તે યહૂદાના લોકોને ફરીથી દેવથી દૂર જવાનું કારણ થઈ પડ્યો.
  • માથ્થીના પુસ્તકમાં ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં યોથામને તેના પૂર્વજોમાંના એક ગણવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: અબીમેલેખ, આહાઝ, ગિદિયોન, ઉઝિઝયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3147