gu_tw/bible/names/abimelech.md

2.5 KiB

અબીમેલેખ

સત્યો:

જયારે ઈબ્રાહિમ અને ઈસહાક ક્નાનની ભૂમિ પર રહેતા હતા, ત્યારે અબીમેલેખ ગેરારના વિસ્તારનો પલિસ્તી રાજા હતો.

  • ઈબ્રાહિમે અબીમેલેખને સારા તેની બહેન છે અને પત્ની નથી એમ કહીને છેતર્યો.
  • બેરશેબામાં ઈબ્રાહિમ અને અબીમેલેખે કૂવાઓની માલિકી વિશે કરાર કર્યો.
  • ઘણા વર્ષો પછી ઈસહાકે પણ રિબકાહ તેની બહેન છે પત્ની નથી એમ કહીને અબીમેલેખ અને ગેરારના બીજા માણસોને છેતર્યા.
  • અબીમેલેખ રાજાએ ઈબ્રાહીમ, અને પછી ઈસહાકને જુઠું બોલવા બદલે ઠપકો આપ્યો.
  • અબીમેલેખ નામનો બીજો માણસ જે ગિદિયોનનો પુત્ર અને યોથામનો ભાઈ હતો.

અમુક ભાષાંતરમાં અબીમેલેખ શબ્દ અને જોડણીનો ઉપયોગ થોડો અલગ રીતે કરવામાં આવ્યો છે, જેથી તે નામ અબીમેલેખ રાજાથી અલગ તરી આવે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(જુઓં: બારશેબા, ગેરાર, ગિદિયોન, યોથામ, પલિસ્તીઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H40