gu_tw/bible/other/judgeposition.md

2.8 KiB

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એવી વ્યક્તિ છે કે જે જયારે લોકોની વચ્ચે વિવાદો થાય ત્યારે સાચું અથવા ખોટું શું છે તે નક્કી કરે છે, સામાન્ય રીતે એવી બાબતોમાં કે જે કાયદાને અનુલક્ષે છે.

  • બાઈબલમાં, મોટેભાગે દેવને ન્યાયાધીશ તરીકે દર્શાવાયો છે, કારણકે તે એક સંપૂર્ણ ન્યાયાધીશ છે કે જે શું સાચું અને ખોટું છે તે વિશે આખરી નિર્ણયો કરે છે.
  • ઈઝરાએલના લોકો કનાનની ભૂમિમાં પ્રવેશ્યા પછી અને તેઓ પર રાજ કરવા રાજાઓ આવ્યા પહેલાં, મુશ્કેલીના સમયોમાં તેઓને દોરવણી આપવા માટે દેવે આગેવાનો કે જેઓને “ન્યાયાધીશો” કહેવામાં આવે છે તેઓની નિમણુક કરી.

મોટેભાગે આ ન્યાયાધીશો સૈન્યના આગેવાનો હતા કે જેઓ ઈઝરાએલીઓને તેઓના શત્રુઓને હરાવીને તે દ્વારા છોડાવતા હતા.

  • સંદર્ભ પર આધાર રાખીને, “ન્યાયાધીશ” શબ્દનું ભાષાંતર, “નિર્ણય કરનાર” અથવા “આગેવાન” અથવા “છોડાવનાર” અથવા “હાકેમ” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: હાકેમ, ન્યાય, નિયમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H148, H430, H1777, H1778, H1779, H1780, H1781, H1782, H2940, H4055, H6414, H6415, H6416, H6417, H6419, H8196, H8199, H8201, G350, G1252, G1348, G2919, G2922, G2923