gu_tw/bible/other/governor.md

3.7 KiB

સંચાલન, સરકાર, સરકારો, હાકેમ, હાકેમો, સૂબો

વ્યાખ્યા:

“હાકેમ” એક વ્યક્તિ છે કે જે રાજ્ય, વિસ્તાર, અથવા પ્રદેશ ઉપર રાજ કરે છે. “સંચાલન” કરવું જેનો અર્થ, માર્ગદર્શન, આગેવાની, અથવા તેઓને સાચવી લેવા.

  • “સૂબો” એક ખાસ બિરુદ હતું, જે રોમન સામ્રાજ્યના કોઈ પ્રાંત પર રાજ્ય કરતા હાકેમને આપવામાં આવેલું હતું.
  • બાઈબલના સમયમાં, રાજા અથવા સમ્રાટ દ્વારા “હાકેમો”ની નિમણુક થતી હતી કે જેઓ તેમના અધિકાર નીચે હતા.
  • “સરકાર” એક ચોક્કસ દેશ અથવા સામ્રાજ્ય નીચે સંચાલન કરતા શાસકોની બનેલી હોય છે.

આ શાસકો કાયદા બનાવે છે કે જેથી તેઓ નાગરિકોના વર્તનને માર્ગદર્શન આપી શકે, અને ત્યાંના દેશના બધાંજ લોકો માટે શાંતિ, સલામતી, અને સમૃદ્ધિ રહી શકે.

ભાષાંતરના સૂચનો:

  • “હાકેમ” શબ્દનું ભાષાંતર, “શાસક” અથવા “નિરીક્ષક” અથવા “પ્રાદેશિક આગેવાન” અથવા “એક કે જે નાના પ્રદેશનું સંચાલન કરે છે” તરીકે પણ કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “સંચાલન” શબ્દનું ભાષાંતર, “ઉપર રાજ્ય કરવું” અથવા “આગેવાની” અથવા “સંભાળવું” અથવા “દેખરેખ રાખવી” તરીકે પણ કરી શકાય છે.
  • “રાજા” અથવા “સમ્રાટ” ના બિરુદ કરતાં “હાકેમ” શબ્દનું ભાષાંતર અલગ થવું જોઈએ, કારણકે હાકેમ ઓછો શક્તિશાળી શાસક હતો, જે તેઓના અધિકાર નીચે કામ કરતા હતો.
  • “સૂબો” શબ્દનું ભાષાંતર, “રોમન હાકેમ” અથવા “રોમનનો પ્રાંતપતિ” થઇ શકે છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, શક્તિ, પ્રાંત, રોમ, શાસક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H324, H1777, H2280, H4951, H5148, H5460, H6346, H6347, H6486, H7989, H8269, H8660, G445, G446, G746, G1481, G2232, G2233, G2230, G4232