gu_tw/bible/other/ruler.md

3.5 KiB

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

  • જુના કરારમાં, સામાન્ય રીતે રાજાને કેટલીકવાર “રાજકર્તા” તરીકે ઓળખવામાં આવતાં હતાં, “ઈઝરાયેલ પર તેને રાજકર્તા તરીકે નિમવામાં આવ્યો” એ શબ્દસમૂહ પ્રમાણે.
  • ઈશ્વરને અંતિમ રાજકર્તા તરીકે ઓળખવામાં આવે છે, કે જેઓ સર્વ બીજા રાજકર્તાઓ પર રાજ કરે છે.
  • નવા કરારમાં, સભાસ્થાનના આગેવાન “રાજકર્તા” કહેવાતા હતાં.
  • બીજા પ્રકારના રાજકર્તા નવા કરારમાં “રાજ્યપાલ” હતાં.
  • સંદર્ભને આધારે, “રાજકર્તા” નું અનુવાદ “આગેવાન” અથવા “વ્યક્તિ કે જેને બીજા પર અધિકાર છે” તરીકે કરી શકાય.
  • “રાજ” કરવાની ક્રિયા એટલે કે “આગેવાની” આપવી અથવા “બીજા પર અધિકાર” હોવો.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજ્યપાલ, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H995, H1166, H1167, H1404, H2708, H2710, H3027, H3548, H3920, H4043, H4410, H4427, H4428, H4438, H4467, H4474, H4475, H4623, H4910, H4941, H5057, H5065, H5387, H5401, H5461, H5715, H6113, H6213, H6485, H6957, H7101, H7218, H7287, H7300, H7336, H7786, H7860, H7980, H7981, H7985, H7989, H7990, H8199, H8269, H8323, H8451, G746, G752, G755, G757, G758, G932, G936, G1018, G1203, G1299, G1778, G1785, G1849, G2232, G2233, G2525, G2583, G2888, G2961, G3545, G3841, G4165, G4173, G4291