gu_tw/bible/kt/synagogue.md

2.4 KiB

સભાસ્થાન

વ્યાખ્યા:

સભાસ્થાન એ એક એવી ઇમારત છેકે જ્યાં યહૂદી લોકો ઈશ્વરનું ભજનકરવા ભેગા મળે છે.

  • પ્રાચીન સમયથી, સભાસ્થાનની સેવામાં પ્રાર્થના,શાસ્ત્રવાચન અને શાસ્ત્ર અંગેના શિક્ષણના સમયનો સમાવેશ થયેલ છે.
  • યહુદીઓએ શરૂઆતના સ્થળો તરીકે સભાસ્થાનોનું બાંધકામ શરૂ કર્યું, જેથી તેઓ પોતાનાં શહેરોમાં પ્રાર્થના અને ભજન કરી શકે, કેમ કે તેઓમાંના ઘણા યરૂશાલેમના મંદિરથી દૂર રહેતા હતા.
  • ઈસુએ વારંવાર સભાસ્થાનોમાં શીખવ્યું અને ત્યાં લોકોને સાજા કર્યા.
  • "સભાસ્થાન" શબ્દનો અલંકારિક અર્થ ત્યાં ભેગા થયેલા લોકોના સમૂહને દર્શાવવા થાય છે.

આ પણ જુઓ: સાજાથવું, યરુશાલેમ, યહુદી, પ્રાર્થના, મંદિર, દેવનું વચન, ભજન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4150, G656, G752, G4864