gu_tw/bible/names/kidronvalley.md

2.5 KiB

કિદ્રોન નાળુ

તથ્યો:

કિદ્રોન નાળુએ યરૂશાલેમ શહેરની બહાર તેની પૂર્વ દીવાલ અને જૈતુન પર્વત વચ્ચેનું ઊંડું નાળુ છે.

  • નાળુ 1000 મીટર ઊંડું અને 32 કિલોમીટર લાંબુ છે.
  • જ્યારે દાઉદ રાજા તેના દીકરા આબ્શાલોમથી નાસતો હતો ત્યારે, તે કિદ્રોન નાળાને પસાર કરી જૈતુન પર્વત પર ગયો હતો.
  • યહુદાહના યોશિયા રાજા અને આસા રાજાએ હુકમ કર્યો કે જુઠ્ઠા દેવોના ઉચ્ચ સ્થાનો અને વેદીઓને તોડીને બાળી નાંખવી; રાખને કિદ્રોન નાળામાં ફેંકી દેવાની હતી.
  • હિઝિકિયા રાજાના શાસન દરમિયાન, કિદ્રોન નાળુ એ જગા હતી જ્યાં યાજકો સઘળું અશુદ્ધ જે મંદિરમાથી કાઢી નાંખવામાં આવતું તે ફેંકતા હતા.
  • દુષ્ટ રાણી અથાલ્યાએ જે દુષ્ટ કૃત્યો કર્યા હતા તેને કારણે અહીં તેણીની હત્યા કરવામાં આવી હતી.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: આબ્શાલોમ, આસા, અથાલ્યા, દાઉદ, જુઠ્ઠા દેવ, હિઝિકિયા, ઉચ્ચ સ્થાનો, યોશિયા, યહુદાહ, જૈતુનનો પર્વત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5674, H6939, G2748, G5493