gu_tw/bible/names/mountofolives.md

1.9 KiB

જૈતૂન પહાડ

વ્યાખ્યા:

જૈતૂન પહાડ યરુશાલેમ શહેરની પૂર્વ બાજુએ આવેલો એક પર્વત અથવા તો ઉંચો ડુંગર છે. તે લગભગ 787 મીટર ઊંચો છે.

  • જૂના કરારમાં, આ પહાડનો ઉલ્લેખ કેટલીક વાર “યરુશાલેમની પૂર્વ બાજુનો પહાડ” તે રીતે કરવામાં આવ્યો છે.
  • નવો કરાર ઘણી ઘટનાઓ નોંધે છે કે જ્યારે ઈસુ અને તેમના શિષ્યો જૈતૂન પહાડ પર પ્રાર્થના તથા આરામ કરવા ગયા.
  • ઈસુની ધરપડક ગેથસેમાને વાડીમાં કરાઈ હતી કે જે જૈતૂન પહાડ પર આવેલી હતી.
  • આનો અનુવાદ “જૈતૂન ડુંગર” અથવા તો જૈતૂન વૃક્ષોનો પહાડ” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જૂઓ: ગેથસેમાને, જૈતૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2022, H2132, G3735, G1636