gu_tw/bible/names/absalom.md

2.4 KiB

આબ્શાલોમ

સત્યો

આબ્શાલોમ દાઉદ રાજાનો ત્રીજો દિકરો હતો. તે તેના સુંદર દેખાવ અને ન્યાયી વ્યવહાર માટે જાણીતો હતો.

  • જયારે આબ્શાલોમની બહેન તામારનો તેના સાવકા ભાઈ આમ્નોને બળાત્કાર કર્યો, ત્યારે આબ્શાલોમે આમ્નોનને મારવાની યોજના બનાવી.
  • આમ્મોનના ખૂન બાદ, આબ્શાલોમ ગેશુરના સીમમાં નાસી ગયો (તેની માતા માઅખાહ ત્યાંની હતી) અને ત્યાં જઈ ત્રણ વર્ષ રહ્યો. પછી દાઉદ રાજાએ તેને યરુશાલેમ પાછો તેડી મંગાવ્યો, પણ બે વરસ સુધી આબ્શાલોમ ને તેની હઝુરમાં આવવાની પરવાનગી આપી નહીં.
  • આબ્શાલોમે ઘણા લોકોને દાઉદ રાજાની વિરુધ્ધમાં ફેરવ્યા અને તેની વિરુધ્ધ બળવો કર્યો.
  • દાઉદનું સૈન્ય આબ્શાલોમની વિરુધ્ધ લડ્યું અને તેને મારી નાખ્યો.

જયારે આ બન્યું ત્યારે દાઉદ ખુબજ દુઃખી થયો.

(ભાષાંતર સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(જુઓ: ગેશુર, આમ્મોન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H53