gu_tw/bible/names/josiah.md

2.5 KiB

યોશિયા

સત્યો:

યોશિયા એક ધાર્મિક રાજા હતો જેણે યહૂદાના રાજ્ય ઉપર એકત્રીસ વર્ષ માટે રાજ કર્યું. તેણે યહૂદાના લોકોને પસ્તાવો કરી અને યહોવાની આરાધના કરવા આગેવાની આપી.

  • તેના પિતા આમોન રાજાને મારી નાખ્યા બાદ, આઠ વર્ષની ઉમરે યોશિયા યહૂદા ઉપર રાજા બન્યો.
  • તેના શાસનના અઢારમે વર્ષે, યોશિયા રાજાએ હિલ્કિયા મુખ્ય યાજકને દેવનું મંદિર ફરીથી બાંધવા આદેશ આપ્યો.

જયારે આ થયું હતું ત્યારે નિયમશાસ્ત્રના પુસ્તકો મળી આવ્યા.

  • જયારે નિયમશાસ્ત્રના પુસ્તકો યોશિયાની આગળ વાંચવામાં આવ્યા હતા ત્યારે તેણે શોક કર્યો કે કેવી રીતે તેના લોકો દેવની અવજ્ઞા કરતા હતા.

તેણે આદેશ આપ્યો કે મૂર્તિ પૂજાના બધા સ્થાનોનો નાશ કરવો અને જૂઠા દેવોના યાજકોને મારી નાખવા.

  • તેણે લોકોને ફરીથી પાસ્ખા પર્વની ઉજવણી કરવા પણ આદેશ આપ્યો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: જૂઠો દેવ, યહૂદા, નિયમ, પાસ્ખા, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2977, G2502