gu_tw/bible/names/manasseh.md

3.7 KiB

મનાશ્શા

તથ્યો:

જૂના કરારમાં મનાશ્શા નામના પાંચ પુરુષો હતા:

  • યૂસફના પ્રથમજનિત પુત્રનું નામ મનાશ્શા હતું.
  • મનાશ્શા અને તેના નાના ભાઈ એફ્રાઇમને યૂસફના પિતા યાકૂબે દત્તક લીધા હતા કે જેનાથી તેઓના વંશજોને ઇઝરાયલના બાર કુળોમાં ગણવાનો વિશેષાધિકાર મળ્યો.
  • મનાશ્શાના વંશજોનું ઇઝરાયલમાં એક કુળ બન્યું.
  • મનાશ્શાના કુળને ઘણીવાર “મનાશ્શાનું અર્ધકુળ” કહેવામાં આવતું હતું કારણકે યર્દન નદીની પશ્ચિમે કનાન દેશમાં ફક્ત અડધું જ કુળ વસ્યું હતું.

બાકીનું અરધું કુળ યર્દન નદીની પૂર્વ દિશાએ વસ્યું હતું.

  • યહૂદિયાના એક રાજાનું નામ પણ મનાશ્શા હતું.
  • મનાશ્શા એક દુષ્ટ રાજા હતો કે જેણે પોતાના ખુદના બાળકોનું જૂઠા દેવો આગળ દહનીયાર્ણ કર્યું.
  • ઈશ્વરે મનાશ્શાને દુશ્મન સૈન્ય દ્વારા પકડાવીને શિક્ષા કરી.

મનાશ્શા ઈશ્વર તરફ પાછો ફર્યો અને જ્યાં મૂર્તિપૂજાઓ થતી હતી તે વેદીઓનો નાશ કર્યો.

  • મનાશ્શા નામના બે માણસો એઝરાના સમયમાં થઈ ગયા.

આ બે પુરુષોને તેઓની પરદેશી પત્નીઓને છૂટાછેડા આપવા કહેવામાં આવ્યું હતું કે જેમણે તેઓને જૂઠા દેવોની આરાધના કરવા પ્રભાવિત કર્યાં હતા.

  • એક બીજો મનાશ્શા દાનના કુળના કેટલાક લોકોનો પરદાદા હતો કે જેઓ જૂઠા દેવોના યાજકો હતા.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: વેદી, દાન, એફ્રાઇમ, એઝરા, જૂઠા દેવો, યાકૂબ, યહૂદિયા, પરદેશી, ઇઝરાયલના બાર કુળો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4519, H4520, G3128