gu_tw/bible/names/ezra.md

2.6 KiB

એઝરા

સત્યો:

એઝરા ઈઝરાએલીઓનો એક યાજક હતો અને યહૂદી કાયદાનો નિષ્ણાત હતો કે, જેણે બાબિલોન કે જ્યાં ઈઝરાએલને 70 વર્ષો માટે બંદીવાસમાં રાખવામાં આવ્યા હતા, ત્યાંથી યરૂશાલેમ પાછા ફર્યા તેના ઈતિહાસની તેણે નોંધ લીધી.

  • એઝરાએ તે ઈઝરાએલના ઇતિહાસના ભાગની, બાઈબલના એઝરાના પુસ્તકમાં નોંધ લીધી.

તેણે કદાચ નહેમ્યાનું પુસ્તક પણ લખ્યું હશે, કેમકે આ બન્ને પુસ્તક મૂળ એક પુસ્તક હતા.

  • જ્યારે ઈઝરાએલીઓએ સાબ્બાથના નિયમો પાળવાનું બંધ કર્યું અને સ્ત્રીઓ કે જેઓ મૂર્તિપૂજક ધર્મો પાળતી હતી તેમની સાથે આંતરલગ્ન કર્યા, ત્યારે એઝરાએ યરૂશાલેમમાં પાછા આવી ફરીથી નિયમ (કાયદો) પ્રસ્થાપિત કર્યો.
  • બાબિલોન લોકોએ યરૂશાલેમને કબ્જે કરીને નાશ કર્યું હતું, તેને તથા મંદિરને ફરીથી બાંધવા માટે એઝરાએ પણ મદદ કરી.
  • જૂના કરારમાં એઝરા નામનાં બીજા બે માણસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, યરૂશાલેમ, નિયમ, નહેમ્યા, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H250, H5830, H5831, H5834