gu_tw/bible/other/exile.md

3.4 KiB

બંદીવાસ, નિર્વાસિતો, દેશવટો

વ્યાખ્યા:

“બંદીવાસ” શબ્દ, લોકોને તેમના વતનના દેશથી ક્યાંક દૂર રહેવા માટે ફરજ પાડવામાં આવે તેને દર્શાવે છે.

  • સામાન્ય રીતે સજા માટે અથવા રાજકીય કારણો માટે લોકોને બંદીવાસમાં મોકલવામાં આવે છે.
  • કદાચ પરાજય પામેલા લોકોને વિજય પામેલા લશ્કરના દેશમાં, કામ કરવા માટે બંદીવાસમાં લઈ જવામાં આવે છે.
  • “બાબિલનો બંદીવાસ” (અથવા “બંદીવાસ”) બાઈબલના સમયનો ઈતિહાસ છે, જયારે યહૂદાના પ્રદેશના યહૂદી નાગરિકોને તેમના વતનથી દૂર લઈ જવાયા હતા, અને બાબિલમાં રહેવાની ફરજ પાડી હતી. તે (બંદીવાસ) 70 વર્ષો માટે ચાલ્યો હતો.
  • “નિર્વાસિતો” શબ્દસમૂહ, લોકો કે જેઓ તેમના વતનના દેશથી દૂર, બંદીવાસમાં રહે છે, તેમને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • “બંદીવાસ” શબ્દનું ભાષાંતર, “દૂર મોકલવું” અથવા “બહાર જવાની ફરજ પાડવી” અથવા “કાઢી નાખવું” તરીકે પણ કરી શકાય છે.
  • “આ બંદીવાસ” શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ સાથે કરવામાં આવે જેનો અર્થ, “દૂર મોકલવાનો સમય” અથવા “દેશ નિકાલનો સમય” અથવા “તડીપારનો સમય” અથવા “દેશનિકાલ” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
  • “નિર્વાસિતો” શબ્દના ભાષાંતરમાં, “દેશવટો પામેલા લોકો” અથવા “લોકો કે જેઓ દેશનિકાલ કરાયા હતા” અથવા “બાબિલ માટે બંદીવાન બનેલા લોકો,” તેનો સમાવેશ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, યહૂદા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1123, H1473, H1540, H1541, H1546, H1547, H3212, H3318, H5080, H6808, H7617, H7622, H8689, G3927