gu_tw/bible/names/manasseh.md

41 lines
3.7 KiB
Markdown

# મનાશ્શા
## તથ્યો:
જૂના કરારમાં મનાશ્શા નામના પાંચ પુરુષો હતા:
* યૂસફના પ્રથમજનિત પુત્રનું નામ મનાશ્શા હતું.
* મનાશ્શા અને તેના નાના ભાઈ એફ્રાઇમને યૂસફના પિતા યાકૂબે દત્તક લીધા હતા કે જેનાથી તેઓના વંશજોને ઇઝરાયલના બાર કુળોમાં ગણવાનો વિશેષાધિકાર મળ્યો.
* મનાશ્શાના વંશજોનું ઇઝરાયલમાં એક કુળ બન્યું.
* મનાશ્શાના કુળને ઘણીવાર “મનાશ્શાનું અર્ધકુળ” કહેવામાં આવતું હતું કારણકે યર્દન નદીની પશ્ચિમે કનાન દેશમાં ફક્ત અડધું જ કુળ વસ્યું હતું.
બાકીનું અરધું કુળ યર્દન નદીની પૂર્વ દિશાએ વસ્યું હતું.
* યહૂદિયાના એક રાજાનું નામ પણ મનાશ્શા હતું.
* મનાશ્શા એક દુષ્ટ રાજા હતો કે જેણે પોતાના ખુદના બાળકોનું જૂઠા દેવો આગળ દહનીયાર્ણ કર્યું.
* ઈશ્વરે મનાશ્શાને દુશ્મન સૈન્ય દ્વારા પકડાવીને શિક્ષા કરી.
મનાશ્શા ઈશ્વર તરફ પાછો ફર્યો અને જ્યાં મૂર્તિપૂજાઓ થતી હતી તે વેદીઓનો નાશ કર્યો.
* મનાશ્શા નામના બે માણસો એઝરાના સમયમાં થઈ ગયા.
આ બે પુરુષોને તેઓની પરદેશી પત્નીઓને છૂટાછેડા આપવા કહેવામાં આવ્યું હતું કે જેમણે તેઓને જૂઠા દેવોની આરાધના કરવા પ્રભાવિત કર્યાં હતા.
* એક બીજો મનાશ્શા દાનના કુળના કેટલાક લોકોનો પરદાદા હતો કે જેઓ જૂઠા દેવોના યાજકો હતા.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [વેદી](../kt/altar.md), [દાન](../names/dan.md), [એફ્રાઇમ](../names/ephraim.md), [એઝરા](../names/ezra.md), [જૂઠા દેવો](../kt/falsegod.md), [યાકૂબ](../names/jacob.md), [યહૂદિયા](../names/judah.md), [પરદેશી](../other/pagan.md), [ઇઝરાયલના બાર કુળો](../other/12tribesofisrael.md))
## બાઇબલના સંદર્ભો:
* [2 કાળવૃત્તાંત 15:8-9](rc://gu/tn/help/2ch/15/08)
* [પુનર્નિયમ 3:12-13](rc://gu/tn/help/deu/03/12)
* [ઉત્પત્તિ 41:50-52](rc://gu/tn/help/gen/41/50)
* [ઉત્પત્તિ 48:1-2](rc://gu/tn/help/gen/48/01)
* [ન્યાયાધીશો 1:27-28](rc://gu/tn/help/jdg/01/27)
## શબ્દ માહિતી:
* Strong's: H4519, H4520, G3128