gu_tw/bible/names/gabriel.md

2.8 KiB

ગાબ્રિયેલ

સત્યો:

ગાબ્રિયેલ એ દેવના દૂતોમાંના એકનું નામ છે. જૂના અને નવા કરાર બન્નેમાં, અનેક વખત તેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • દેવે ગાબ્રિયેલને દાનિયેલ પ્રબોધક પાસે તેણે જે દર્શન જોયું હતું, તેનો અર્થ કહેવા મોકલ્યો.
  • અન્ય સમયે, જયારે દાનિયેલ પ્રાર્થના કરતો હતો, ત્યારે ગાબ્રિયેલ દૂત ઉડીને તેની પાસે આવ્યો, અને ભવિષ્યમાં શું થવાનું છે તે વિશે ભવિષ્યવાણી કરી.

દાનિયેલે તેનું વર્ણન “માણસ” તરીકે કર્યું.

  • નવા કરારમાં તે નોંધ કરવામાં આવી છે કે ગાબ્રિયેલ ઝખાર્યા પાસે ભવિષ્યવાણી કરવા આવ્યો કે તેની વૃદ્ધ પત્ની એલિસાબેતને યોહાન નામનો દીકરો થશે.
  • તેના છ મહિના પછી, ગાબ્રિયેલને મરિયમની પાસે એ કહેવા મોકલવામાં આવ્યો હતો કે દેવ તેને ચમત્કારિક બાળકનો ગર્ભ ધરવા સક્ષમ કરશે કે જે “દેવનો દીકરો” કહેવાશે.

ગાબ્રિયેલે મરિયમને તેના દીકરાનું નામ ઈસુ રાખવા કહ્યું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: દૂત, દાનિયેલ, એલિસાબેત, યોહાન (બાપ્તિસ્ત), મરિયમ, પ્રબોધક, દેવનો દીકરો, [ઝખાર્યા )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1403, G1043