gu_tw/bible/names/mary.md

6.7 KiB

મરિયમ, ઈસુની માતા

તથ્યો:

મરિયમ નાઝરેથ નગરમાં રહેતી એક યુવાન સ્ત્રી હતી કે જેની સગાઈ યૂસફ નામના એક પુરુષ સાથે થઈ હતી. ઈશ્વરે મરિયમને ઈસુ મસીહ એટલે કે ઈશ્વરપુત્રની શારીરિક માતા થવા પસંદ કરી.

  • જ્યારે મરિયમ કુંવારી હતી ત્યારે પવિત્ર આત્માએ તેને અલૌકિક રીતે ગર્ભવતી થવા દોરી.
  • એક દૂતે મરિયમને કહ્યું કે જે બાળક તેને જનમવાનું હતું તે તો ઈશ્વરપુત્ર હતા અને તેણે તેમનું નામ ઈસુ પાડવાનું હતું.
  • મરિયમે ઈશ્વરને પ્રેમ કર્યો અને તેના પર કૃપા કરવા તેમની સ્તુતિ કરી.
  • યૂસફ મરિયમને પરણ્યો, પણ બાળક જન્મ્યું ત્યાં સુધી તે કુંવારી જ રહી.
  • ભરવાડોએ તથા માગીઓએ જે અદભૂત બાબતો બાળઈસુ વિષે કહી તે વિષે મરિયમ ઊંડાણપૂર્વક વિચારતી હતી.
  • મરિયમ તથા યૂસફ બાળઈસુને અર્પણ કરવા ભક્તિસ્થાનમાં લઈ ગયા.

બાદમાં હેરોદ રાજાની તે બાળકને મારી નાખવાની યોજનાથી બચવા તેઓ ઈસુને ઈજીપ્તમાં લઈ ગયા. અંતે તેઓ પાછા નાઝરેથમાં સ્થાયી થયા.

  • જ્યારે ઈસુ મોટા થયા અને કાના ગામના લગ્નમાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો ત્યારે, મરિયમ ઈસુની સાથે હતી.
  • સુવાર્તા એ પણ ઉલ્લેખ કરે છે કે જ્યારે ઈસુ વધસ્થંભ પર મર્યા ત્યારે મરિયમ ત્યાં હતી.

તેમણે પોતાના શિષ્ય યોહાનને તેણીની કાળજી પોતાની સગી માતા તરીકે રાખવા કહ્યું.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: કાના, ઈજીપ્ત, હેરોદ રાજા, ઈસુ, યૂસફ, ઈશ્વરપુત્ર, કુંવારી)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 22:4 જ્યારે એલિસાબેત છ મહિનાથી ગર્ભવતી હતી ત્યારે, તે જ દૂત એલિસાબેતની સગી સમક્ષ પ્રગટ થયો, કે જેનું નામ મરિયમ હતું.

તે કુંવારી હતી અને યૂસફ નામના પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી. દૂતે તેને કહ્યું, “તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે. તારે તેનું નામ ઈસુ પાડવું અને તેઓ તો મસીહ હશે.”

  • 22:5 દૂતે તેને સમજાવ્યું, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને ઈશ્વરનું સામર્થ્ય તારા પર આચ્છાદાન કરશે.

તેથી બાળક પવિત્ર એટલે કે ઈશ્વરપુત્ર હશે.” મરિયમે દૂતે જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો અને તેને સ્વીકાર્યું.

  • 22:6 દૂત મરિયમ સાથે બોલ્યો તે પછી તરતજ તેણે જઈને એલિસાબેતની મુલાકાત કરી.

જેવી એલિસબેતે મરિયમની સલામ સાંભળી કે, એલીસાબેતનું બાળક તેના પેટમાં કૂદ્યું.

  • 23:2 દૂતે કહ્યું, “યૂસફ, મરિયમને તારી પત્ની તરીકે લેતાં ડરીશ નહિ.

તેના પેટમાનું બાળક પવિત્ર આત્મા દ્વારા છે.”

  • 23:4 યૂસફ તથા મરિયમને જ્યાં તેઓ રહેતા હતા તે નાઝરેથથી બેથલેહેમ જવા લાંબી મુસાફરી કરવી પડી કારણકે તેમનો પૂર્વજ દાઉદ હતો કે જેનું વતન બેથલેહેમ હતું.
  • 49:1 એક દૂતે મરિયમ નામની એક કુમારિકાને કહ્યું કે તે ઈશ્વરના પુત્રને જન્મ આપશે.

તેથી જ્યારે તે કુંવારી હતી ત્યારે, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઈસુ પાડ્યું.

શબ્દ માહિતી:

  • Strong's: G3137