gu_tw/bible/names/daniel.md

3.0 KiB

દાનિયેલ

સત્યો:

દાનિયેલ ઈઝરાએલીઓનો એક પ્રબોધક હતો કે જેને જુવાન તરીકે લગભગ ઈસ પૂર્વે 600 વર્ષમાં બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર દ્વારા બંદી બનાવીને લઈ જવામાં આવ્યો હતો.

  • આ સમય દરમ્યાન યહૂદામાંથી બીજા ઘણા ઈઝરાએલીઓને બંદી બનાવીને 70 વર્ષો માટે બાબિલમાં લઇ જવાયા હતા.
  • દાનિયેલને બાબિનનું નામ બેલ્ટશાસ્સાર આપવામાં આવ્યું હતું.
  • દાનિયેલ એ એક પ્રતિષ્ઠિત અને પ્રમાણિક જુવાન માણસ કે જે દેવની આજ્ઞા પાળનારો હતો.
  • દેવે દાનિયેલને બાબિનના રાજાઓના અનેક સ્વપ્નો અને દર્શનોનું અર્થઘટન કરવા જ્ઞાન પૂરું પાડ્યું.
  • આ ક્ષમતાને કારણે અને તેના પ્રતિષ્ઠિત ચરિત્રને કારણે, દાનિયેલને બાબિલના સામ્રાજ્યમાં ઉચ્ચ નેતૃત્વનો દરજ્જો અપાયો હતો.
  • ઘણા વર્ષો પછી, દાનિયેલના શત્રુઓએ બાબિલના રાજા દાર્યાવેશ સિવાય બીજા કોઈની ઉપાસના ન કરવાનો પ્રતિબંધ મૂકતો કાયદો બનાવવાની યુક્તિ કરી.

પણ દાનિયેલે દેવને પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું, જેથી તેની ધરપકડ કરી અને સિંહોના બિલમાં ફેકવામાં આવ્યો. પણ દેવે તેને બચાવ્યો અને તેને કંઈપણ ઈજા થઈ નહીં.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: બાબિલ, નબૂખાદનેસ્સાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1840, H1841, G1158